________________
પાંચપરમેષ્ટિના નામ, ગુણ તથા વર્ણન
પચ પરમેષ્ટિના નામ, ગુણ તથા વર્ણન ૧ અરિહંત, ૨ સિદ્ધ, ૩ આચાર્ય, ૪ ઉપાધ્યાય અને ૫ સાધુ આ પંચ પરમેષ્ઠિ છે.
અરિહંતના બાર ગુણ છે, તે આ પ્રમાણે – લોઢવૃક્ષ સુરપુષ્ટિ-ચિáનિયામરમાસનં ર ા भामण्डलं दुन्दुभिरातपत्रं सत्प्रातिहार्याणि जिनेश्वराणाम् ।।
(૧) અશોકવૃક્ષ-જ્યાં ભગવાન સમવસર્યા હોય, ત્યાં પ્રભુના દેહથી બારગણું અશોકવૃક્ષ=આસપાલવનું ઝાડ દેવતાઓ રચે, તેની પાસે બેસીને પ્રભુ દેશના આપે. અશોકવૃક્ષ શકને દૂર કરે.
(૨) સુરપુષ્પવૃષ્ટિ -ભગવાન એક જન સમવસરણની પૃથ્વી ઉપર જલ અને સ્થલમાં નિપજેલા સુગંધીદાર પંચવર્ણના સચિત્ત ફૂલોની વૃષ્ટિ દેવતાઓ ઢીંચણ પ્રમાણ કરે.
(૩) દિવ્યવનિ-દેવતાઓ ભગવંતની વાણીમાં માલકેશ રાગ, વીણ, વાંસળી આદિકના સ્વરે પૂરે.
(૪) ચામર દેવે રત્ન જડિત સોનાની દાંડીવાળા ધેળા ચાર જોડી ચામ સમવસરણ મધ્યે ભગવંતને વજે છે.
(૫) આસન=સિંહાસન. ભગવંતને બેસવા સારૂ રત્નજડિત સુવર્ણમય સિંહાસન દેવતાઓ રચે છે.
(૬) ભામંડલ-ભગવંતના મસ્તકની પાછળ શરદઋતુના સૂર્યના કિરણ જેવા આકરા તેજવાળું ભામંડલ કાંતિનું મંડલ દેવતાઓ રચે છે. તે ન હોય તે ભગવાનના મુખ સામું જોઈ શકાય નહિ.