________________
દશ પચ્ચક્ખાણ
૧૫૩
કથા હું તમને પછીથી સારી રીતે સમજાવીશ” ઈત્યાદિ કહે તે. (૨૮) ગુરુ ધર્મકથા કહેતા હોય તે વખતે વચમાં આવીને ગોચરીને વખત થઈ ગયો છે” ઇત્યાદિ બેલી પર્ષદાને ભંગ કરે તે. (૨૯) ગુરુ કથા કહી રહ્યા બાદ સભા ઉઠી ન હોય તેટલામાં પોતાની ચતુરાઈ બતાવવા તે જ કથા વિસ્તારથી કહે તે. (૩૦) ગુરુના સંથારાને પગ લગાડે તે. (૩૧) ગુરુના સંથારા ઉપર ઉભા રહે, બેસે અથવા સૂએ તે (૩૨) ગુરુથી ઉંચા આસને બેસે તે. (૩૩) ગુરુથી અથવા ગુરુની આગળ સરખા આસને બેસે તે. આ પ્રકારોથી ગુરુમહારાજની આશાતને થાય છે. તે આશાતનાઓને ત્યાગ કરે.
પ્રત્યાખ્યાન (પચ્ચકખાણ) ભાષ્યવિચાર પચ્ચકખાણના નવ દ્વારે–(૧) દશ પચ્ચકખાણ (૨) ચાર પ્રકારની વિધિ (૩) ચાર પ્રકારને આહાર (૪) બીજી વાર ન કહેલા બાવીશ આગાર (૫) દશ વિગઈઓ (૬) ત્રીશ નવીયાતાં (૭) મૂળગુણ અને ઉત્તરગુણ રૂપ બે ભાંગા (૮) પચ્ચકખાણની છ શુદ્ધિ. અને (૯) પચ્ચકખાણથી આ લેક અને પરલોકમાં થતાં ફલ.
દશ પચ્ચખાણ ૧ અનાગત–કારણસર આગળથી તપ કરી લેવું પડે તે. ૨ અતિકાંત-પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક વગેરેને તપ ચૌદશ આદિ વીતી ગયા પછી કરે તે.