________________ 64 કિટ્ટિકરણોદ્ધા કિષ્ટિ એટલે શું? કષાયપ્રાભૃતચૂણિમાં કહ્યું છે - “જિસં aaN #વં , તહાં ટ્વિી ? - ભાગ-૧૫, પાના નં. 62 જે વર્ગણાઓમાં કષાય મોહનીય કર્મના રસને અત્યંત ક્રશ કરી નાંખ્યો હોય તેને કિટ્ટિ કહેવાય છે. પૂર્વસ્પર્ધકો કરતા અપૂર્વસ્પર્ધકોમાં રસાણ ઓછા હોય છે. છતા અપૂર્વસ્પર્ધકોમાં એકોત્તરવૃદ્ધિવાળી વર્ગણાઓ પ્રાપ્ત થાય છે. જઘન્ય રસવાળા અપૂર્વસ્પર્ધકની પ્રથમ વર્ગણા કરતા પણ અનંતગુણહીન રસ કિઠ્ઠિઓમાં હોય છે. કિઠ્ઠિઓમાં એકોત્તર વૃદ્ધિવાળી વર્ગણાઓ મળતી નથી. સંજવલન લોભની જઘન્ય કિષ્ટિથી માંડીને પૂર્વપૂર્વની કિઠ્ઠિઓમાં અનંતગુણ રસ હોય છે. આમ હોવા છતા સર્વોત્કૃષ્ટ રસવાળી કિટ્ટિમાં જઘન્ય અપૂર્વસ્પર્ધકની પ્રથમ વર્ગણાના રસાણ કરતા અનંતગુણહીન રસાણ હોય છે. અહીં કિટ્ટીકરણાદ્ધાના પ્રથમસમયે સંજવલન ક્રોધના પૂર્વસ્પર્ધકો અને અપૂર્વસ્પર્ધકોમાંથી દલિકો લઈ સંજવલન ક્રોધની કિટ્ટીઓ કરે છે. તે જ રીતે સંજવલન માનના પૂર્વસ્પર્ધકો અને અપૂર્વસ્પર્ધકોમાંથી દલિકો લઈ સંજવલન માનની કિટ્ટીઓ કરે છે, સંજવલન માયાના પૂર્વસ્પર્ધકો અને અપૂર્વસ્પર્ધકોમાંથી દલિકો લઈ સંજવલન માયાની કિટ્ટીઓ કરે છે, સંજવલન લોભના પૂર્વસ્પર્ધકો અને અપૂર્વસ્પર્ધકોમાંથી દલિકો લઈ સંજવલન લોભની કિઠ્ઠિઓ કરે છે. પૂર્વસ્પર્ધકો - અપૂર્વસ્પર્ધકોનું સત્તાગત દલિક - પૂર્વસ્પર્ધકો અને અપૂર્વસ્પર્ધકોનું જે દલિક સત્તામાં છે તેમાં સંજવલન ક્રોધનું દલિક સૌથી વધારે છે, સંજવલન લોભનું દલિક તેથી સંખ્યાતમા ભાગનું છે, સંજવલન માયાનું દલિક તેથી વિશેષહીન છે અને સંજવલન માનનું દલિક તેથી વિશેષહીન છે. આમ હોવાનું કારણ આ પ્રમાણે છે - હાસ્ય 6 નું સઘળુ દ્રવ્ય સંક્રમિત થઈને સંજ્વલન ક્રોધમાં જ આવેલુ છે. કષાયપ્રાભૃતચૂર્ણિમાં કહ્યું છે - “મંતરાવ ફુસમયના પાપ છ0ોસાબે સંસ્કૃત, પ્રાપ્તિ ઋદ્ધિવિર - ભાગ-૧૪, પાના નં. 216. અંતરકરણક્રિયાકાળ પછીના સમયથી છ નોકષાયોને સંજવલન ક્રોધમાં સંક્રમાવે છે, બીજા કોઈમાં નહીં. પુરુષવેદનું દલિક પણ આનુપૂર્વીસંક્રમ હોવાથી સંજવલન ક્રોધમાં જ આવેલુ છે અને નપુંસકવેદ-સ્ત્રીવેદનું દલિક પણ પુરુષવેદ દ્વારા સંજવલન ક્રોધમાં જ આવેલુ છે. આમ નોકષાયોનું સર્વ દલિક સંજવલન ક્રોધમાં આવેલું છે. મોહનીયનું સત્તાગત જે સર્વદલિક હતુ તે કષાયમોહનીય અને નોકષાયમોહનીયમાં વહેંચાયેલુ હતુ. તેમાં કષાયમોહનીયનું દલિક સાધિક અર્ધ જેટલું હતુ અને નોકષાયમોહનીયનું દલિક કંઈક ન્યૂન અર્ધ જેટલુ હતુ. સંજવલન સિવાયના શેષ કષાયોનો ક્ષય થયેલો હોવાથી કષાયમોહનીયનું દલિક સંજ્વલન ચારમાં વહેંચાયેલુ હતું. તેનો ક્રમ આ પ્રમાણે હતો - સંજવલન માનમાં સૌથી થોડુ, તેના કરતા સંજવલન ક્રોધમાં વિશેષાધિક, તેના કરતા સંજવલન માયામાં વિશેષાધિક, તેના કરતા સંજવલન લોભમાં વિશેષાધિક. આમ સાધિક અર્ધ દલિકના ચાર ભાગ પડતા સંજવલન ક્રોધ વગેરે દરેકમાં - ભાગ જેટલુ દલિક લગભગ હતુ. પરંતુ તેમાં સંજવલન લોભનું દલિક વધારે હોવાથી સંજવલન લોભનું દલિક મોહનીયના કુલ દલિકથી સાધિક - ભાગ જેટલુ હતુ અને સંજવલન માયા, સંજવલન ક્રોધ, સંજવલન માન - એ દરેકનું દલિક કંઈક ન્યૂન - ભાગ જેટલુ હતુ. હવે નોકષાયનું સર્વદલિક સંજવલન ક્રોધમાં આવી જતા સંજવલન ક્રોધનું દલિક જે કંઈક ન્યૂન