________________ 34 અશ્વકર્ણકરણોદ્ધા નાનાદ્વિગુણહાનિ-સત્તાગતસ્પર્ધકોમાં જેટલી દ્વિગુણહાનિ મળે તેનાનાદ્વિગુણહાનિ (દ્વિગુણહાનિસ્થાનો) કહેવાય છે. પ્રશ્ન - ઉત્તરોત્તર દ્વિગુણહાનિમાં ચય અડધો અડધો કેમ થાય છે? જવાબ- દરેક દ્વિગુણહાનિમાં વર્ગણાઓ સમાન છે. જ્યારે પહેલી દ્વિગુણહાનિની શરુઆતથી બીજી દ્વિગુણહાનિની શરુઆત સુધીમાં જેટલા પ્રદેશો ઓછા થાય છે તેના કરતા બીજી દ્વિગુણહાનિની શરુઆતથી ત્રીજી દ્વિગુણહાનિની શરુઆત સુધીમાં અડધા પ્રદેશો જ ઓછા થાય છે. આમ ઉત્તરોત્તર દ્વિગુણહાનિમાં અડધા અડધા પ્રદેશો જ હીન થાય છે. જ્યારે દ્વિગુણહાનિઆયામ એક સરખો છે. તેથી અડધા પ્રદેશોના દ્વિગુણહાનિઆયામથી ભાગતા ચય પણ અડધો જ થાય. આ વાત અસત્કલ્પનાથી સમજી શકશે. તે આ પ્રમાણે છે - પહેલી દ્વિગુણહાનિની પહેલી વર્ગણામાં પરમાણુ = 256 બીજી દ્વિગુણહાનિની પહેલી વર્ગણામાં પરમાણુ = 128 ત્રીજી દ્વિગુણહાનિની પહેલી વર્ગણામાં પરમાણુ = 64 દ્વિગુણહાનિઆયામ = 8 વર્ગણા પહેલી દ્વિગુણહાનિમાં કુલ ઓછા થતા પરમાણુ = 256-128 = 128 બીજી દ્વિગુણહાનિમાં કુલ ઓછા થતા પરમાણુ = 128-64 = 64 દ્વિગુણહાનિમાં કુલ ઓછા થતા પરમાણુ ચય = દ્વિગુણહાનિઆયામ દ્વિગુણહાનિઆયામ સર્વત્ર સમાન હોવાથી પહેલી દ્વિગુણહાનિમાં 8 વર્ગણા દ્વારા 128 પ્રદેશો ઓછા થાય છે. તેથી ચય = = = 16 છે. બીજી દ્વિગુણહાનિમાં 8 વર્ગણા દ્વારા 64 પ્રદેશો ઓછા થાય છે. તેથી ચય = = = 8 છે. આમ પહેલી દ્વિગુણહાનિના ચય કરતા બીજી દ્વિગુણહાનિનો ચય અડધો છે. અસત્કલ્પનાથી સત્તામાં રહેલ કર્મપરમાણુઓમાં દ્વિગુણહાનિસ્પર્ધકો આદિની રચના - કુલ પરમાણુ = 5,880 એક સ્પર્ધકમાં વર્ગણા =4 એક દ્વિગુણહાનિમાં સ્પર્ધક = 4 એક દ્વિગુણહાનિમાં વર્ગણા = 4 x 4 = 16 નાના દ્વિગુણહાનિ=૪