________________ 15 અનિવૃત્તિકરણ બેઇન્દ્રિયના સ્થિતિબંધ તુલ્ય સ્થિતિસત્તા થાય છે. ત્યારપછી હજારો સ્થિતિઘાત વીત્યા પછી એકેન્દ્રિયના સ્થિતિબંધ તુલ્ય સ્થિતિસત્તા થાય છે. ત્યારપછી હજારો સ્થિતિઘાત પસાર થયા પછી નામ-ગોત્રની એક પલ્યોપમ પ્રમાણ સ્થિતિસત્તા થાય છે. તે વખતે જ્ઞાનાવરણાદિ ૪ની 1 1/2 પલ્યોપમ પ્રમાણ અને મોહનીયની ર પલ્યોપમ પ્રમાણ સ્થિતિસત્તા થાય છે. અહીં સ્થિતિસત્તાનું અલ્પબહુત આ પ્રમાણે છે - 4) | | પ્રકૃતિ નામ, ગોત્ર જ્ઞાનાવરણાદિ 4 | 3 | મોહનીય સ્થિતિસત્તાનું અલ્પબદુત્વ અલ્પ (પરસ્પર તુલ્ય) વિશેષાધિક પરસ્પર તુલ્ય) વિશેષાધિક સ્થિતિસત્તાનું પ્રમાણ 1 પલ્યોપમ 1 1/2 પલ્યોપમ 2 પલ્યોપમ P | હવેથી પ્રત્યેક સ્થિતિઘાત દ્વારા નામ-ગોત્રની સત્તાગત સ્થિતિના સંખ્યાતા બહુભાગ પ્રમાણ સ્થિતિનો નાશ થાય છે અને શેષ કર્મોમાં સત્તાગત સ્થિતિના પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણ સ્થિતિનો ઘાત થાય છે, કેમકે જયારથી જે કર્મની એક પલ્યોપમ પ્રમાણ સ્થિતિસત્તા થાય છે ત્યારથી તેના સ્થિતિખંડનું પ્રમાણ સત્તાગત સ્થિતિના સંખ્યાતા બહુભાગ પ્રમાણ હોય છે. એટલે નામ-ગોત્રની સ્થિતિસત્તા 1 પલ્યોપમ પ્રમાણ થયા પછીની સ્થિતિઘાત પૂર્ણ થાય એટલે નામ-ગોત્રની સ્થિતિસત્તા પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણ થાય. અહીં સત્તાગત સ્થિતિનું અલ્પબદુત્વ આ પ્રમાણે છે ક્ર. પ્રકૃતિ સ્થિતિસત્તાનું અલ્પબદુત્વ | સ્થિતિસત્તાનું પ્રમાણ 1 | નામ, ગોત્ર | અલ્પ (પરસ્પર તુલ્ય) | પલ્યોપમ/સંખ્યાત 2 | જ્ઞાનાવરણાદિ 4 | સંખ્યાતગુણ (પરસ્પર તુલ્ય) | 1 1/2 પલ્યોપમ - પલ્યોપમ/સંખ્યાત 3 | મોહનીય વિશેષાધિક 2 પલ્યોપમ - પલ્યોપમ/સંખ્યાત આ ક્રમે એટલે કે નામ-ગોત્રના સંખ્યાતા બહુભાગ પ્રમાણ અને શેષ કર્મોમાં પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણ હજારો સ્થિતિઘાત પસાર થાય ત્યારે જ્ઞાનાવરણાદિ ૪ની સ્થિતિસત્તા પણ એક પલ્યોપમ પ્રમાણ થાય છે. તે વખતે મોહનીયની સ્થિતિસત્તા ત્રીજો ભાગ અધિક એક પલ્યોપમ જેટલી હોય છે. હવેથી જ્ઞાનાવરણાદિ 4 નો પણ સ્થિતિખંડ (પ્રત્યેક સ્થિતિઘાત દ્વારા ઘાયમાન સ્થિતિ) સત્તાગત સ્થિતિના સંખ્યાતા બહુભાગ પ્રમાણ થાય છે. એટલે પલ્યોપમ પ્રમાણ સ્થિતિસત્તા થયા પછીની સ્થિતિઘાત પૂર્ણ થાય ત્યારે જ્ઞાનાવરણાદિ 4 ની સ્થિતિ સત્તા પણ પલ્યોપમના સંખ્યાતમા ભાગ પ્રમાણ રહે છે. તે વખતે સ્થિતિસત્તાનું અલ્પબદુત્વ આ પ્રમાણે છે -