________________ સૂમસંપરાય ગુણસ્થાનક 325 4) શેષ ત્રણ ઘાતકર્મોની સ્થિતિસત્તા અંતર્મુહૂર્ત પ્રમાણ થાય છે. 5) ત્રણ અઘાતિકર્મોની સ્થિતિસત્તા અસંખ્યાતા વર્ષ પ્રમાણ થાય છે. 6) મોહનીયનો ઉદયવિચ્છેદ અને સત્તાવિચ્છેદ થાય છે. 7) શેષ છ કર્મોનો બંધવિચ્છેદ થાય છે. પ્રકૃતિ સ્થિતિબંધ સ્થિતિસત્તા ઘાતી ત્રણ અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત નામ-ગોત્ર 8 મુહૂર્ત અસંખ્ય વર્ષ વેદનીય 12 મુહૂર્ત અસંખ્ય વર્ષ આમ મોહનીયકર્મની ક્ષપણાનો વિધિ બતાવ્યો. આ વિધાન પુરુષવેદ અને સંજવલન ક્રોધના ઉદયે ક્ષપકશ્રેણી માંડનારની અપેક્ષાએ છે. સંજવલન માન વગેરેના ઉદયે ક્ષપકશ્રેણી માંડનારને જે ફેર છે તે હવે બતાવાય છે. ભિન્ન-ભિન્ન કષાયોદયે શ્રેણિ માંડનારનું નાનાત્વ - સંજવલનમાનોદયે શ્રેણિ માંડનારનું નાનાત્વ-અંતરકરણક્રિયાકાળ સુધી પૂર્વેની જેમ જાણવું. ત્યાર પછી સંજવલન ક્રોધના ઉદયે શ્રેણી માંડનારને સંજવલન ક્રોધની પ્રથમસ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ થતી હતી અને શેષ કષાયોની પ્રથમ સ્થિતિ આવલિકા પ્રમાણ થતી હતી, અહીં સંજવલન ક્રોધની પ્રથમ સ્થિતિ આવલિકા પ્રમાણ થાય છે, સંજવલન માનની પ્રથમ સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ થાય છે, શેષ બે કષાયની પ્રથમ સ્થિતિ આવલિકા પ્રમાણ થાય છે. સંજવલન માનની પ્રથમ સ્થિતિ સંજવલન ક્રોધોદયે શ્રેણી માંડનારની સંજવલન ક્રોધની પ્રથમસ્થિતિ કરતા સંજવલન ક્રોધના ક્ષપણાકાળ જેટલી અધિક છે. સંજવલન ક્રોધનો ક્ષપણાકાળ એટલે સંજવલન ક્રોધની ત્રણે સંગ્રહકિટ્ટિની વેદનાદ્ધા જેમાં ચરમાવલિકાના અને સમય ન્યૂન બે આવલિકામાં બંધાયેલા દલિક સિવાયના સંજ્વલન ક્રોધના સર્વ દલિકોનો ક્ષય કરે છે. પ્રશ્ન - સંજવલન ક્રોધની પ્રથમસ્થિતિમાં રહ્યો થકો જ સંજવલન ક્રોધની ત્રણે સંગ્રહકિઠ્ઠિઓને વેદે છે અને ક્ષય કરે છે. એટલે સંજવલન ક્રોધની પ્રથમસ્થિતિમાં સંજવલન ક્રોધની વેદનાદ્ધા તો આવી જાય છે, એને જુદી શી રીતે ગણો છો ? જવાબ - અહીં સંજવલન ક્રોધની પ્રથમસથિતિ એટલે અંતરકરણ કર્યા પછી સંજવલન ક્રોધની બાકી રહેલ સ્થિતિ. તે કાળ નપુંસવેદક્ષપણાના પ્રારંભથી કિટ્ટિકરણાદ્ધાના ચરમસમય સુધીનો છે. જયારે ત્યાર પછી કિટ્ટિવેદનાદ્ધામાં તો કિઠ્ઠિઓ ખેંચી તેની ફરીથી પ્રથમસ્થિતિ કરે છે. માટે અહીં કહેલ પ્રથમસ્થિતિમાં તેનો સમાવેશ ન કરી લેવો. આ રીતે સંજવલન માન વગેરેમાં પણ સમજી લેવુ. સંજવલનક્રોધોદયે શ્રેણિ માંડનારને જયારે અશ્વકર્ણકરણાદ્ધા હોય છે ત્યારે સંજવલનમાનોદયે શ્રેણિ