________________ કિટ્ટિવેદનાદ્ધા 317 જેટલુ અધસ્તનશીષચયદ્રવ્ય અને પસાર થયેલી સર્વ સૂક્ષ્મકિટ્ટિ ન્યૂન સર્વ સૂક્ષ્મકિટ્ટિ પ્રમાણ ઉભયચયો જેટલુ ઉભયચયદ્રવ્ય અપાય છે. આ દ્રવ્ય આની પૂર્વેની અપૂર્વઅંતરસૂક્ષ્મકિટ્ટિમાં અપાતા દ્રવ્ય કરતા અસંખ્યાતમો ભાગ ન્યૂન છે. કારણ પૂર્વેની જેમ સમજવું. ત્યાર પછી ત્રીજી અપૂર્વઅંતરસૂક્ષ્મકિટ્ટિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ઉત્તરોત્તર પૂર્વસૂક્ષ્મકિટ્ટિમાં એકોત્તરવૃદ્ધિથી અધસ્તનશીષચયંદ્રવ્ય, એકોત્તરહાનિથી ઉભયચયદ્રવ્ય અને એક-એક મધ્યમખંડદ્રવ્ય અપાય છે. આમ પ્રથમસમયકૃત ચરમ સૂક્ષ્મકિ િસુધી સર્વ પૂર્વ-અપૂર્વ સૂક્ષ્મકિટિઓમાં દ્રવ્ય અપાય છે. અહીં સૂક્ષ્મકિષ્ટિ સંબંધી દ્રવ્ય પૂર્ણ થઈ જાય છે. બાદરકિક્રિઓમાં - ત્યાર પછી બાદરકિઠ્ઠિઓ આવે છે. તેમાં સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિમાં ચાર પ્રકારના સંક્રમદ્રવ્યનો નિક્ષેપ થાય છે. સંજવલન લોભની બીજી સંગ્રહકિષ્ટિમાં ત્રણ પ્રકારના ઘાતદ્રવ્યનો અને ચાર પ્રકારના બંધદ્રવ્યનો નિક્ષેપ થાય છે. એ સઘળુ વિધાન પ્રથમ સમયના દલનિક્ષેપવિધિની જેમ જાણવુ. અહીં ચરમ સૂક્ષ્મકિષ્ટિ કરતા પ્રથમ બાદરકિટ્ટિમાં એટલે કે સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિની જઘન્ય કિટ્ટિમાં અપાતુ દ્રવ્ય અસંખ્યાતગુણહીન જાણવુ. જેવી રીતે બીજા સમયે દલિકપ્રક્ષેપવિધિ કહી તેવી રીતે સૂક્ષ્મકિટ્ટિકરણાદ્ધાના ચરમ સમય સુધી એટલે કે ૯માં ગુણસ્થાનકના ચરમ સમય સુધી દરેક સમયે દલિકપ્રપવિધિ જાણવી. દેશ્યમાન દ્રવ્ય - અપૂર્વસૂક્ષ્મકિક્રિઓમાં, પૂર્વસૂક્ષ્મકિઠ્ઠિઓમાં અને બાદરકિઠ્ઠિઓમાં દીયમાન દ્રવ્યની પ્રરૂપણા કરી. હવે દશ્યમાન દ્રવ્યની પ્રરૂપણા કરાય છે. દિયમાન દ્રવ્ય એટલે વિવક્ષિત સમયે અપાતુ દ્રવ્ય. દશ્યમાન દ્રવ્ય એટલે દીયમાન દ્રવ્ય અને પૂર્વેનું સત્તાગત દ્રવ્ય બન્નેનું ભેગુ દ્રવ્ય. અપૂર્વસૂક્ષ્મકિષ્ટિઓમાં પૂર્વનું સત્તાગત દ્રવ્ય હોતુ નથી, માટે તેમાં દીયમાન દ્રવ્ય એ જ દશ્યમાન દ્રવ્ય છે. સૂક્ષ્મકિટ્ટિકરણાદ્ધાના પ્રથમ સમયે જઘન્ય સૂક્ષ્મકિટ્રિમાં દશ્યમાન દ્રવ્ય ઘણુ છે. તેના કરતા બીજી સૂક્ષ્મકિદિમાં દશ્યમાન દ્રવ્ય અનંતમો ભાગ હીન છે. તેના કરતા ત્રીજી સૂક્ષ્મકિટ્ટિમાં દશ્યમાન દ્રવ્ય અનંતમો ભાગ હીન છે. એમ ચરમ સૂક્ષ્મકિષ્ટિ સુધી ઉત્તરોત્તર સૂક્ષ્મકિટ્રિમાં દશ્યમાન દ્રવ્ય અનંતમો ભાગ હીન છે. ચરમ સૂક્ષ્મકિટ્ટિના દશ્યમાન દ્રવ્ય કરતા સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિની બાદર જઘન્ય કિટ્ટિમાં દશ્યમાન દ્રવ્ય અસંખ્યગુણ છે, કેમકે બાદરકિષ્ટિના દ્રવ્યના અસંખ્યાતમા ભાગ જેટલુ દ્રવ્ય લઇને સૂક્ષ્મકિઠ્ઠિઓ કરે છે. તેના કરતા બીજી બાદરકિષ્ટિમાં દૃશ્યમાન દ્રવ્ય અનંતમો ભાગ ન્યૂન છે.