________________ 310 કિટ્ટિકરણોદ્ધા દ્રવ્ય આપવાનું વિધાન - સૂક્ષ્મકિષ્ટિમાં - સૂક્ષ્મકિટ્ટિકરણોદ્ધાના પ્રથમ સમયે જધન્ય સૂક્ષ્મકિટ્ટિમાં સૂક્ષ્મકિટ્ટિસમાનખંડદ્રવ્યમાંથી એક ખંડ તથા સૂક્ષ્મકિટ્ટિયદ્રવ્યમાંથી સૂક્ષ્મકિટ્ટિની સંખ્યા જેટલા ચય જેટલુ દ્રવ્ય અપાય છે અને તે સર્વ કિઓિમાં અપાતા દ્રવ્યની અપેક્ષાએ ઘણુ છે. ત્યાર પછીની બીજી સૂક્ષ્મકિટ્રિમાં પણ સૂક્ષ્મકિટ્ટિસમાનખંડદ્રવ્યમાંથી એક ખંડ અને સૂક્ષ્મકિટ્રિચયદ્રવ્યમાંથી એક ન્યૂન સૂક્ષ્મકિટ્ટિપ્રમાણ ચય જેટલુ દ્રવ્ય અપાય છે. તે પ્રથમ સૂક્ષ્મકિટ્ટિના દીયમાન દ્રવ્ય કરતા એક ચય પ્રમાણ ઓછું છે, એટલે કે અનંતમો ભાગ ન્યૂન છે. એમ ચરમ સૂક્ષ્મકિટ્ટિ સુધી ઉત્તરોત્તર સૂક્ષ્મકિઠ્ઠિઓમાં સૂક્ષ્મકિટ્ટિસમાનખંડદ્રવ્યમાંથી એક એક ખંડ અને સૂક્ષ્મકિટ્ટિયદ્રવ્યમાંથી એક-એક ચય ન્યૂન પ્રમાણ દ્રવ્ય અથવા પૂર્વે પસાર થઈ તેટલી કિટ્ટિ ન્યૂન સર્વ સૂક્ષ્મકિષ્ટિ પ્રમાણ ચયદ્રવ્ય અપાય છે. આમ પ્રથમ સૂક્ષ્મકિટ્ટિમાં ઘણુ દ્રવ્ય અપાય છે અને ચરમ સૂક્ષ્મકિટિ સુધી ઉત્તરોત્તર સૂક્ષ્મકિટ્ટિમાં અનંતમો ભાગ ન્યૂન દ્રવ્ય અપાય છે. અહીં સૂક્ષ્મકિષ્ટિ સંબંધી સર્વ દ્રવ્ય પૂર્ણ થાય છે. ત્રીજી સંગ્રહકિત્રિમાં સૂક્ષ્મકિષ્ટિની ઉપરજાન્ય બાદર કિટ્ટિ એટલે કે સંજ્વલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિની જઘન્ય કિટ્રિમાં ત્રીજી સંગ્રહકિટ્ટિના ચાર પ્રકારના આયદ્રવ્યમાંથી એક મધ્યમખંડદ્રવ્ય તથા ઉભયચર્યદ્રવ્યમાંથી સર્વ બાદરકિટ્ટિ (બીજી-ત્રીજી સંગ્રહકિટ્ટિની સર્વકિટ્ટિ) પ્રમાણ ઉભયચય અપાય છે. આ દ્રવ્ય ચરમ સૂક્ષ્મકિટ્ટિમાં અપાયેલ દ્રવ્ય કરતા અસંખ્યાતમા ભાગે છે, કેમકે અહીં મધ્યમખંડ સૂક્ષ્મકિટ્ટિસમાનખંડના અસંખ્યાતમા ભાગે છે. તેની ઉપર બીજી વગેરે કિટ્ટિઓમાં એકોત્તરવૃદ્ધિથી અધસ્તનશીર્ષીયદ્રવ્ય, એકોત્તર હાનિથી ઉભયચયદ્રવ્ય તથા એક-એક મધ્યમખંડદ્રવ્ય અપાય છે. એટલે ત્રીજી સંગ્રહકિટ્ટિની પ્રથમ કિટ્ટિ કરતા બીજી વગેરે કિટ્ટિઓમાં ઉત્તરોત્તર એક-એક અધતનશીષચય ન્યૂન એક-એક ઉભયચર્યદ્રવ્ય જેટલુ દ્રવ્ય ઓછુ અપાય છે, એટલે કે અનંતમાં ભાગ જેટલુ દ્રવ્ય ઓછુ અપાય છે. એમ સંક્રમઅપૂર્વકિટ્ટિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જાણવુ. સંક્રમ અપૂર્વકિટ્ટિમાં અપૂર્વઅંતરકિટ્રિદ્રવ્યમાંથી એક અપૂર્વઅંતરકિટ્ટિદ્રવ્ય, ઉભયચયદ્રવ્યમાંથી પૂર્વે થઈ ગઈ તેટલી કિટ્ટિ ન્યૂન સર્વ કિટ્ટિ પ્રમાણ ઉભયચય જેટલુ ઉભયચયદ્રવ્ય અને એક મધ્યમખંડદ્રવ્ય અપાય છે. એટલે અપૂર્વકિષ્ટિનું દ્રવ્ય તેની પૂર્વેની પૂર્વકિટ્ટિના દીયમાનદ્રવ્ય કરતા અસંખ્ય ગુણ છે, કેમકે પૂર્વકિષ્ટિમાં અપાતા મધ્યમખંડદ્રવ્ય કરતા અહીં અપાતુ અપૂર્વઅંતરકિટ્ટિદ્રવ્ય અસંખ્યગુણ છે. જો કે સંક્રમ અપૂર્વકિટ્ટિમાં પૂર્વેની પૂર્વકિટ્ટિ કરતા ત્યાં અપાતુ અધતનશીર્ષીયદ્રવ્ય અને એક ઉભયચયદ્રવ્ય ઓછુ અપાય છે, પરંતુ તે તો મધ્યમખંડદ્રવ્યના પણ અનંતમા ભાગે છે. માટે અહીં અપૂર્વઅંતરકિટ્ટિમાં અપાતુ દ્રવ્ય પૂર્વેની પૂર્વકિષ્ટિના દીયમાન દ્રવ્ય કરતા અસંખ્યગુણ છે. ત્યાર પછી આવતી પૂર્વકિટ્રિમાં પૂર્વે કહ્યા મુજબ પસાર થયેલી પૂર્વકિટ્ટિ પ્રમાણ અધસ્તનશીર્ષીયો જેટલુ અધસ્તનશીર્ષીયદ્રવ્ય, એક મધ્યમખંડદ્રવ્ય તથા પસાર થયેલ પૂર્વ-અપૂર્વ કિટ્ટિ ન્યૂન સર્વ કિટ્ટિ પ્રમાણ ઉભયચયો જેટલુ ઉભયચયદ્રવ્ય અપાય છે. આ દ્રવ્ય આની પૂર્વેની અપૂર્વકિટ્ટિના દીયમાન દ્રવ્ય કરતા અસંખ્ય ગુણહીન છે. તેની ઉપર સંજ્વલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિની ચરમકિટ્ટિ સુધી આ જ રીતે પૂર્વ-અપૂર્વ કિઠ્ઠિઓમાં દ્રવ્ય અપાય છે.