________________ અપૂર્વકરણ (1) સ્થિતિઘાત - જઘન્યથી પલ્યોપમના સંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટથી પણ પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણ સ્થિતિખંડનો અંતર્મુહૂર્તમાં ઘાત કરે છે. અહીં જઘન્ય સ્થિતિખંડ કરતા ઉત્કૃષ્ટ સ્થિતિખંડ સંખ્યાતગુણો હોવા છતા પલ્યોપમના સંખ્યાતમા ભાગ જેટલો જ છે, સેંકડો સાગરોપમ પ્રમાણ નહીં. દર્શનમોહનીયની ઉપશમનામાં (પ્રથમઉપશમસમ્યક્તપ્રાપ્તિ અધિકારમાં), દર્શનમોહનીયની ક્ષપણામાં (સાયિકસમ્યક્તપ્રાપ્તિ અધિકારમાં) અને ચારિત્રમોહનીય ઉપશમનાના અધિકારમાં (ઉપશમશ્રેણિના અધિકારમાં) જઘન્ય સ્થિતિખંડ પલ્યોપમના સંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટસ્થિતિખંડ સેંકડો સાગરોપમ પ્રમાણ હતો, જ્યારે અહીં જઘન્ય અને ઉત્કૃષ્ટ બન્ને પ્રકારના સ્થિતિખંડો પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણ છે. કષાયપ્રાભૃતચૂર્ણિમાં ચારિત્રમોહક્ષપણાના અર્થાધિકારમાં કહ્યું છે - “ન હંસામોદવસ उवसामणाए च दंसणमोहणीयस्स खवणाए च कसायाणमुवसामणाए च एदेसिं तिहमावासयाणं जाणि अपुव्वकरणाणि तेसु अपुव्वकरणेसु पढमट्ठिदिखंडयं जहण्णयं पलिदोवमस्स संखेज्जदिभागो, उक्कस्सयं सागरोवमपुधत्तं, एत्थ पुण कसायाणं खवणाए जं अपुव्वकरणं तम्हि अपुव्वकरणे पढमट्ठिदिखंडयं નાઇયે પિ ૩યે પિ પત્નિવોવમસ્સ સંemવિમા ' ભાગ-૧૪, પાના નં. 170. સ્થિતિખંડ તારતમ્ય - સ્થિતિખંડનો આયામ સત્તામાં રહેલી સ્થિતિ અનુસારે હોય છે, એટલે કે અપૂર્વકરણમાં એક સાથે પ્રવેશ કરેલા બે જીવો હોય, તેમાં એકની સ્થિતિસત્તા ઓછી હોય અને બીજાની સ્થિતિસત્તા તેનાથી સંખ્યાતગુણ હોય, તો તેમાં ઓછી સ્થિતિસત્તાવાળા જીવના અપૂર્વકરણના પ્રથમ સ્થિતિખંડ કરતા સંખ્યાતગુણ સ્થિતિસત્તાવાળા જીવનો અપૂર્વકરણનો પ્રથમ સ્થિતિખંડ સંખ્યાતગુણ હોય છે. તેવી જ રીતે ઓછી સ્થિતિવાળા જીવના અપૂર્વકરણના બીજા સ્થિતિખંડ કરતા સંખ્યાતગુણ સ્થિતિસત્તાવાળા જીવનો અપૂર્વકરણનો બીજો સ્થિતિખંડ સંખ્યાતગુણ હોય છે. એમ યાવત્ અપૂર્વકરણનો ચરમ સ્થિતિખંડ પણ પહેલા જીવ કરતા બીજા જીવનો સંખ્યાતગુણ હોય છે. (2) રસઘાત -અપૂર્વકરણના પ્રથમ સમયથી જ સત્તામાં રહેલી અશુભપ્રકૃતિઓના રસનો ઘાત થાય છે. એક રસઘાતમાં અનંતા બહુભાગ પ્રમાણ રસનો નાશ થાય છે અને એક અનંતમો ભાગ બાકી રહે છે. આ પ્રમાણે અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત સત્તાગત અશુભપ્રકૃતિઓનો રસઘાત થાય છે. પરંતુ અહીં સ્થિતિઘાતના અંતર્મુહૂર્ત કરતા રસઘાતનું અંતર્મુહૂર્ત સંખ્યાતમા ભાગ પ્રમાણ છે. તેથી જ અપૂર્વકરણના પ્રથમ સમયે સ્થિતિઘાતની સાથે જ રસઘાત શરુ થાય છે, પરન્તુ એક સ્થિતિઘાત પૂર્ણ થાય તેટલા કાળમાં હજારો રસઘાત પૂર્ણ થાય છે. નવો સ્થિતિઘાત શરુ થાય ત્યારે પાછો નવો રસઘાત શરુ થાય છે. બીજા સ્થિતિઘાતમાં પણ હજારો રસઘાત થાય છે. આમ અપૂર્વકરણમાં હજારો સ્થિતિઘાત થાય છે અને તેના કરતા હજારોગુણા રસઘાત થાય છે. (3) અપૂર્વીસ્થિતિબંધ - અપૂર્વકરણના પ્રથમસમયે સ્થિતિઘાતની સાથે જ નવો સ્થિતિબંધ પણ શરુ થાય છે. તે અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ છે, એટલે કે શતસહગ્નકોટિપૃથક્ત સાગરોપમ પ્રમાણ છે, અને સત્તા કરતા સંખ્યાતગુણહીન છે. તે યથાપ્રવૃત્તકરણના ચરમસમયના સ્થિતિબંધ કરતા પલ્યોપમના સંખ્યામાં ભાગ ન્યૂન પ્રમાણવાળો છે. આ સ્થિતિબંધ સ્થિતિઘાતના કાળ સુધી ચાલે છે અને સ્થિતિઘાતની સાથે જ પૂર્ણ થાય છે. આમ અપૂર્વકરણના ચરમસમય સુધી સ્થિતિઘાત અને સ્થિતિબંધ સાથે જ શરુ થતા