________________ 280 કિટ્ટિકરણોદ્ધા ન્યૂન બે આવલિકામાં બંધાયેલ નવી કિષ્ટિઓ સિવાય સર્વ કિષ્ટિઓનો નાશ થાય છે એટલે કે સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિષ્ટિની સર્વ કિષ્ક્રિઓના દલિકો અન્ય સંગ્રહકિઠ્ઠિઓમાં પહેલાની જેમ યથાસંભવ સંક્રમે છે અને શેષ સર્વ દ્રવ્ય સંજવલન ક્રોધની બીજી સંગ્રહકિટ્ટિની નીચે અનંતગુણહીન રસવાળી અપૂર્વઅધતનકિટ્ટિરૂપે પરિણમે છે. એટલે અહીંચરમસમયે અપૂર્વઅંતરકિઠ્ઠિઓ અને તેના દ્રવ્ય કરતા અપૂર્વઅધસ્તનકિટ્ટિઓ અને તેનું દ્રવ્ય અસંખ્યગુણ આવે છે. આ રીતે સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિટ્ટિનું અસંખ્ય બહુભાગ પ્રમાણ દ્રવ્ય સંજવલન ક્રોધની બીજી સંગ્રહકિટ્ટિમાં જતુ હોવાથી સંજવલન ક્રોધની બીજી સંગ્રહકિટ્ટિનું દ્રવ્ય પૂર્વ કરતા ચૌદગણ થાય છે, કેમકે સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિટ્ટિમાં સંજવલન ક્રોધની બીજી સંગ્રહકિટ્ટિ કરતા 13 ગણુ દ્રવ્ય હતુ અને તે લગભગ બધુ જ (અસંખ્ય બહુભાગ જેટલુ) આ સમયે બીજી સંગ્રહકિટ્ટિમાં આવી ગયુ. પ્રશ્ન - પૂર્વે કહ્યુ હતુ કે અપૂર્વઅધસ્તનકિટ્ટિના દ્રવ્ય કરતા અપૂર્વઅંતરકિષ્ટિનું દ્રવ્ય અસંખ્યગુણ છે. અહીં અપૂર્વઅંતરકિષ્ટિના દ્રવ્ય કરતા અપૂર્વઅધસ્તનકિષ્ટિનું દ્રવ્ય અસંખ્યગુણ થઈ જાય છે. આમ પરસ્પર વિરોધ આવશે. જવાબ - પૂર્વે સર્વ દ્રવ્યના અસંખ્યાતમા ભાગરૂપ દ્રવ્ય જ સંક્રમતુ હતુ. અહીં સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિટ્ટિનું ઘણુ દ્રવ્ય બીજી સંગ્રહકિષ્ટિમાં સંક્રમે છે. માટે અહીં આ પ્રમાણે વિધાન છે. જો અહીં પણ પહેલાની જેમ અપૂર્વઅધસ્તનકિટ્રિદ્રવ્ય કરતા અપૂર્વઅંતરકિટ્રિદ્રવ્ય અસંખ્યગુણ અપાય તો સંગ્રહકિષ્ટિમાં પૂર્વઅંતરકિઠ્ઠિઓના દરેક આંતરામાં 13 અપૂર્વઅંતરકિઠ્ઠિઓ થાય, કેમકે સંજવલન ક્રોધની બીજી સંગ્રહકિટ્ટિના સત્તાગત દ્રવ્ય કરતા પ્રથમ સંગ્રહકિટ્ટનું દ્રવ્ય 13 ગણુ છે. જો આમ માનીએ તો સંજવલન ક્રોધની બીજી સંગ્રહકિટ્ટિમાં દ્રવ્યનિક્ષેપ આ રીતે થાય - પૂર્વકિટ્ટિ કરતા અપૂર્વઅંતરકિટ્ટિમાં અસંખ્યગુણ દ્રવ્ય અપાય પછી 12 અપૂર્વઅંતરકિઠ્ઠિઓમાં ઉત્તરોત્તર વિશેષહીન દ્રવ્ય અપાય. પછી પૂર્વકિટ્ટિમાં અસંખ્યગુણહીન દ્રવ્ય અપાય. પછી અપૂર્વઅંતરકિટ્ટિમાં અસંખ્ય ગુણ દ્રવ્ય અપાય. પછી 12 અપૂર્વઅંતરકિઠ્ઠિઓમાં ઉત્તરોત્તર વિશેષહીન દ્રવ્ય અપાય. પરંતુ આ પ્રમાણે દ્રવ્યનિક્ષેપનું વિધાન સૂત્રમાં નથી. માટે જ ચરમ સમયે સંજવલન ક્રોધની બીજી સંગ્રહકિટ્ટિની અપૂર્વઅંતરકિઠ્ઠિઓ કરતા અપૂર્વઅધસ્તનકિટ્ટિઓમાં અપાતુદ્રવ્ય અસંખ્યગુણ છે. દીયમાન દ્રવ્ય અસંખ્યગુણ હોવાથી સંજવલન ક્રોધની બીજી સંગ્રહકિટ્ટિની અપૂર્વઅંતરકિઠ્ઠિઓ કરતા અપૂર્વઅધતનકિઠ્ઠિઓ અસંખ્યગુણ છે. સંજ્વલન ક્રોધની બીજી સંગ્રહકિરિની વેદનાદ્ધા - સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિટ્ટિની વેદનાદ્ધા પૂર્ણ થયા પછીના સમયે બીજી સ્થિતિમાંથી સંજવલન ક્રોધની બીજી સંગ્રહકિટ્ટિમાંથી દલિકોને ખેંચી તેમને ઉદયસમયથી અસંખ્યગુણકારે ગોઠવવા દ્વારા સ્વવેદકાદ્ધાથી એક આવલિકા અધિક કાળ જેટલી પ્રથમ સ્થિતિ કરે છે અને તે જ સમયથી સંજવલન ક્રોધની બીજી સંગ્રહકિષ્ટિને વેદે છે. તે વખતે સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિટ્ટિની પ્રથમ સ્થિતિની ચરમાવલિકાનું અને બે સમય ન્યૂન બે આવલિકાનું બંધાયેલ દલિક શેષ છે. સંજ્વલન ક્રોધની પ્રથમ સંગ્રહકિટ્ટિની પ્રથમ સ્થિતિની ચરમ આવલિકાનું દ્રવ્ય સ્તિબકસંક્રમથી સંજ્વલન ક્રોધની બીજી સંગ્રહકિટ્રિમાં સંક્રમાવે છે. એમ આગળ પણ તે તે સંગ્રહકિટ્ટિની