________________ 248 કિટ્ટિકરણોદ્ધા આ માર્ગણાઓમાં મોહનીય કર્મ બંધાતુ નથી અને અહીં પ્રસ્તુતમાં મોહનીયકર્મનો અધિકાર છે. | દર્શન - ચક્ષુદર્શન, અચક્ષુદર્શન - આ માર્ગણાઓમાં બંધાયેલ કર્મ ક્ષેપકને અવશ્ય સત્તામાં હોય છે, કેમકે કર્મસ્થિતિકાળમાં આ બન્ને ઉપયોગી અવશ્ય હોય છે. અવધિદર્શન માર્ગણામાં બંધાયેલ કર્મ ક્ષેપકને વિકલ્પ સત્તામાં હોય. તેની ભાવના અવધિજ્ઞાન માર્ગણાની જેમ જાણવી. કેવળદર્શન માર્ગણામાં બંધાયેલ કર્મ ક્ષેપકને સત્તામાં ન હોય, કેમકે તે પૂર્વે ક્યારેય કેવળદર્શન પામ્યો નથી. લેશ્યા-છયે લેગ્યામાં બંધાયેલ કર્મક્ષપકને નિયમા સત્તામાં હોય છે. મનુષ્યને છયે વેશ્યાઓ પરાવર્તમાન ભાવે હોય છે. તેથી ક્ષપકને ચરમભવમાં છયે વેશ્યાઓ આવી ગઈ હોય છે. તેથી છયે લેગ્યામાં બંધાયેલ કર્મ ક્ષપકને અવશ્ય સત્તામાં હોય છે. ભવ્ય - ભવ્યમાર્ગણામાં બંધાયેલ કર્મ ક્ષેપકને અવશ્ય સત્તામાં હોય છે, કેમકે ભવ્ય જ ક્ષપકશ્રેણિ માંડે અભવ્યમાર્ગણામાં બંધાયેલ કર્મ ક્ષેપકને સત્તામાં ન હોય, કેમકે અભવ્ય ક્યારેય ક્ષપકશ્રેણિ ન માંડે. સમ્યક્ત-પથમિકસમ્યક્ત માર્ગણામાં બંધાયેલ કર્મક્ષપકને અવશ્ય સત્તામાં હોય છે. કર્મગ્રન્થના મતે ર૬ની સત્તાવાળો જીવ ઔપથમિકસમ્યક્ત પામીને પછી જ ક્રમશઃ ક્ષાયોપથમિક સમ્યક્ત અને ક્ષાયિકસમ્યક્ત પામે છે. મોહનીયના ર૬ના સત્તાસ્થાનનું ઉત્કૃષ્ટ અંતર સાધિક 132 સાગરોપમ છે. તેથી ક્ષપક જીવ સાધિક 132 સાગરોપમ કાળમાં અવશ્ય ઔપથમિકસમ્યક્ત પામ્યો હોય છે. તે વખતે બંધાયેલા કર્મની સાધિક 132 સાગરોપમ જેટલા કાળમાં સર્વથા નિર્જરા થઈ શકતી નથી. માટે કિથ્રિવેદક ક્ષેપકને ઔપથમિકસમ્યક્ત માર્ગણામાં બંધાયેલ કર્મ અવશ્ય સત્તામાં હોય છે. લાયોપથમિકસમ્યક્ત માર્ગણામાં બંધાયેલ કર્મક્ષપકને અવશ્ય સત્તામાં હોય છે. ક્ષેપકને ક્ષાયિકસમ્યક્ત અવશ્ય હોય છે. ક્ષાયિકસમ્યક્તનો ઉત્કૃષ્ટ કાળ સાધિક 33 સાગરોપમ છે. તેથી ક્ષપક જીવને સાધિક 33 સાગરોપમ પૂર્વે અવશ્ય ક્ષાયોપથમિકસમ્યક્ત હોય છે. તે વખતે બંધાયેલ કર્મની ક્ષપકને સર્વથા નિરા થઇ શકતી નથી. માટે કિથ્રિવેદક ક્ષેપકને ક્ષાયોપથમિકસમ્યક્ત માર્ગણામાં બંધાયેલ કર્મ અવશ્ય સત્તામાં હોય છે. સાયિકસમ્યક્તમાર્ગણામાં બંધાયેલ કર્મક્ષપકને અવશ્ય સત્તામાં હોય છે, કેમકે ક્ષાયિકસમ્યક્તવિના ક્ષપકશ્રેણિ માંડી શકાતી નથી. મિથ્યાત્વમાર્ગણામાં બંધાયેલ કર્મ ક્ષેપકને નિયમાં સત્તામાં હોય છે. સંસારી જીવને મિથ્યાત્વનું ઉત્કૃષ્ટ અંતર સાધિક 132 સાગરોપમ છે. તેથી વર્તમાન ક્ષપક જીવને તેટલા કાળ પૂર્વે અવશ્ય મિથ્યાત્વ હોય છે. તે વખતે બંધાયેલ કર્મની અમિથ્યાત્વના (સમ્યક્ત અને મિશ્રના સમુદિત) સાધિક 132 સાગરોપમ કાળમાં