________________ 142 કિટ્ટિકરણોદ્ધા અહીં એમ કહ્યું કે “સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિની ચરમ કિટ્રિમાં દલિક ઘણુ છે. ત્યારપછી સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિટ્ટિની પ્રથમ અવાંતરકિષ્ટિ સુધી ઉત્તરોત્તર કિટ્રિમાં પૂર્વ પૂર્વ કિટ્ટિ કરતા વિશેષહીન દલિક છે.” આ બન્ને વાતો તો પરસ્પર વિરોધી છે. જવાબ - અહીં પરસ્પર વિરોધ નથી પણ સૂત્રકારનો વિવક્ષાભેદ માત્ર છે. જયારે રસાણની વિરક્ષા કરી ત્યારે ઓછા રસાણુવાળી પ્રથમ સંગ્રહકિષ્ટિ , તેનાથી વધુ રસાણુવાળી બીજી સંગ્રહકિષ્ટિ, તેનાથી વધુ રસાણુવાળી ત્રીજી સંગ્રહકિષ્ટિ એમ ક્રમશઃ કહ્યુ છે અને રસાણની અપેક્ષાએ દલિકની વહેંચણી થતી હોવાથી દલિક વહેંચણીમાં પણ એ જ ક્રમે વિશેષહીનનો ક્રમ બતાવ્યો છે. જ્યારે સંગ્રહકિઠ્ઠિઓના સર્વદલિક અને કિટ્ટિસંખ્યાની વિવક્ષા કરી ત્યારે દલિકોની મુખ્યતા હોવાથી અલ્પ દલિતવાળી પ્રથમ સંગ્રહકિટ્ટિ, તેનાથી વધુ દલિતવાળી બીજી સંગ્રહકિટ્ટિ, તેનાથી વધુ દલિકવાળી ત્રીજી સંગ્રહકિટ્ટિ એમ કહ્યું છે. આમ હોવાથી રસાણની પ્રરૂપણામાં સંજવલન લોભની જે ત્રણ સંગ્રહકિઠ્ઠિઓ છે તે જ અહીં વિપરીત રીતે છે. એટલે ત્યાં સંજવલન લોભની જે પ્રથમ સંગ્રહકિટ્ટિ છે તે જ અહીં સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિ છે, ત્યાં સંજવલન લોભની જે બીજી સંગ્રહકિટ્ટિ છે તે જ અહીં સંજવલન લોભની બીજી સંગ્રહકિટ્ટિ છે, ત્યાં સંજવલન લોભની જે ત્રીજી સંગ્રહકિટ્ટિ છે તે જ અહીં સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિ છે. આ જ રીતે ચારે કષાયોની સંગ્રહકિટ્રિમાં સમજવું. માટે જ લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિની પ્રથમ કિટ્ટિથી શરુ કરવાની બદલે અહીં સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિની ચરમ કિટ્ટિથી શરુઆત કરી ક્રમશ: નીચે નીચેની કિઠ્ઠિઓમાં દલિક વિશેષહીન કહ્યું છે. બીજા સમયની પ્રરૂપણા - 23 ઉષ્ટ્રકૂટપ્રરૂપણા - બીજા સમયે પ્રથમ સમય કરતા અસંખ્ય ગુણ દલિકો (પૂર્વસ્પર્ધકો અને અપૂર્વસ્પર્ધકોમાંથી) લઈ તેમાંથી કેટલાક દ્રવ્યની નવી અપૂર્વકિઠ્ઠિઓ કરે છે તથા કેટલુક દ્રવ્ય પૂર્વની કિઠ્ઠિઓમાં નાંખે છે. પૂર્વસ્પર્ધકોઅપૂર્વસ્પર્ધકોમાં દલિક નાંખે કે નહીં તેનો કષાયપ્રાભૃતચૂર્ણિમાં કોઈ જાતનો ઉલ્લેખ નથી. ક્ષપણાસારમાં ગાથા ૫૦૩ની હિંદી ટીકામાં કહ્યું છે કે પૂર્વસ્પર્ધકો અને અપૂર્વસ્પર્ધકોમાં પણ થોડુ દલિક (એક અસંખ્યાતમાં ભાગનું દલિક) નાંખે છે. નવી કિઠ્ઠિઓની સંખ્યા પ્રથમસમયે કરેલી કિઠ્ઠિઓના અસંખ્યાતમા ભાગ જેટલી હોય છે. નવી કિટ્ટિઓની રચના પ્રથમસમયે કરેલ દરેક સંગ્રહકિટ્ટિની નીચે કરે છે. એટલે પ્રથમ સમયે જે બાર સંગ્રહકિઠ્ઠિઓ કરી છે તે બારે સંગ્રહકિટ્ટિની દરેકની પ્રથમ કિટ્ટિની નીચે અનંતગુણહીન રસવાળી અપૂર્વકિઠ્ઠિઓ કરે છે. એટલે બારે સંગ્રહકિઠ્ઠિઓનો આયામ (અવાંતરકિઠ્ઠિઓની સંખ્યા) વધ્યો અને તે જઘન્યકિટ્ટિથી નીચેની બાજુએ વધ્યો, ઉપરની બાજુએ નહીં. અર્થાત્ બારે સંગ્રહકિઠ્ઠિઓમાં પ્રથમસમયે જે કિઠ્ઠિઓ હતી તે કરતા બીજા સમયે કિઠ્ઠિઓ વધી અને તે વધેલી કિઠ્ઠિઓ દરેક સંગ્રહકિટ્ટિની જઘન્યકિટ્ટિની નીચે આવે છે (કેમકે તે અનંતગુણહીન રસવાળી છે). સંજ્વલન લોભની કિઠ્ઠિઓ બીજા સમયની અવાંતરકિઠ્ઠિઓ પહેલા સમયની અવાંતર કિઠ્ઠિઓ OOOOOOOOOOOOOOO પ્રથમ સંગ્રહકિટ્ટિ OOOOOOOOOOOOOOOOOOO બીજી સંગ્રહકિષ્ટિ 00000000000000000000000 ત્રીજી સંગ્રહકિટ્ટિ