________________ કિટ્ટિકરણોદ્ધા 121 તાત્પર્ય એ થયુ કે સંજ્વલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિમાં જઘન્ય કિટ્ટિના રસથી બીજી કિટ્ટિનો રસ *દ્વિગુણ છે, તેના કરતા ત્રીજી કિટ્ટિનો રસ 4 ગુણ છે, તેના કરતા ચોથી કિષ્ટિનો રસ 8 ગુણ છે, તેના કરતા સંજવલન લોભની બીજી સંગ્રહકિષ્ટિની પ્રથમ કિટ્ટિનો રસ 32 = = 32 x (65536) ગુણો છો, તેના કરતા બીજી કિટ્ટિનો રસ 16 ગુણો છે, તેના કરતા ત્રીજી કિટ્ટિનો રસ 32 ગુણો છે, તેના કરતા ચોથી કિટ્ટિનો રસ 64 ગુણો છે, તેના કરતા સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિની પ્રથમકિટ્ટિનો રસ 64 = = 64 x (65536) ગુણો છે, તેના કરતા બીજી કિટ્ટિનો રસ 128 ગુણો છે, તેના કરતા ત્રીજી કિટ્ટિનો રસ 256 ગુણો છે, તેના કરતા ચોથી કિટ્ટિનો રસ 512 ગુણો છે, તેના કરતા સંજ્વલન માયાની પ્રથમ સંગ્રહકિષ્ટિની પ્રથમ કિટ્ટિનો રસ 128 4 = 128 x (65536) ગુણો છે. એમ યંત્રમાં કહ્યા મુજબ ઉત્તરોત્તર કિટિમાં પૂર્વ-પૂર્વ કિટ્ટિ કરતા તેટલા ગુણો રસ છે. આમ જયધવલામાં વર્ણવેલા ત્રણે વિકલ્પો વિચાર્યા. તેમાં બીજો વિકલ્પ વાસ્તવિક રીતે ઘટી શકતો નથી. પહેલા વિકલ્પમાં આવતી આપત્તિનું વર્ણન પહેલા કર્યું છે. ત્રીજા વિકલ્પ પ્રમાણે માનવામાં ગણિતદષ્ટિએ આપત્તિ આવતી નથી, પરંતુ સંગ્રહકિષ્ટિનું અલ્પબદુત્વ વ્યવસ્થિત રહી શકતું નથી. કષાયપ્રાભૃતચૂર્ણિને અનુસરીને અમે અહીં એક જુદો વિકલ્પ રજુ કરીએ છીએ. એક જ કષાયની બે સંગ્રહકિષ્ટિઓ વચ્ચેનું જે અંતર છે તેના કરતા કષાય જયારે બદલાય છે ત્યારે તે સંગ્રહકિઠ્ઠિઓ વચ્ચેનું અંતર એટલે પૂર્વના કષાયની ત્રીજી સંગ્રહકિષ્ટિની ચરમકિષ્ટિ અને પછીના કષાયની પ્રથમ સંગ્રહકિષ્ટિની પ્રથમ કિષ્ટિનું અંતર માત્ર અનંતગુણ નથી, પરંતુ અનંતાનંતગુણ છે એમ બતાવવા માટે ત્રીજુ સંગ્રહકિટ્રિઅંતર અને બે કષાય વચ્ચેનું અંતર એ બે જુદા સ્થાન લીધા હોય એવી કલ્પના પણ થઈ શકે છે. અહીં અમારી કલ્પનાનું તાત્પર્ય આ પ્રમાણે છે - સંજવલન લોભના પ્રથમ સંગ્રહકિટ્રિઅંતર કરતા બીજુ સંગ્રહકિટ્રિઅંતર અનંતગુણ છે. તેના કરતા સંજવલન લોભ અને સંજવલન માયાનું અંતર જે અનંતગુણ છે તે ગુણકાર મોટો છે એટલે કે અનંતાનંતગુણ છે એમ બતાવવા માટે ત્રીજુ સંગ્રહકિટ્રિઅંતર અને બે કષાયો વચ્ચેનું અંતર એમ બે સ્થાનોનો નિર્દેશ કર્યો હોય. અહીં ત્રીજુ સંગ્રહકિટ્રિઅંતર એટલે પૂર્વના કષાયની ત્રીજી સંગ્રહકિટ્ટિની ચરમ કિટ્ટિના રસાણ અને પછીના કષાયની પ્રથમ સંગ્રહકિષ્ટિની પ્રથમ કિષ્ટિના રસાણ વચ્ચેનું અંતર : અનંત. સંજવલન ક્રોધનું ત્રીજુ, સંગ્રહકિટ્રિઅંતર =સંજવલન ક્રોધની ત્રીજી સંગ્રહકિટ્ટિની ચરમ કિષ્ટિ અને સંજવલન લોભના અપૂર્વસ્પર્ધકની પ્રથમ વર્ગણાનું અંતર અનંત. અથવા ત્રીજુ સંગ્રહકિટ્રિઅંતર એટલે બીજુ સંગ્રહકિટ્રિઅંતર x અનંત. આ વિકલ્પ મુજબની સ્થાપના નીચે પ્રમાણે છે - અસત્કલ્પનાએ કિક્રિઓના રસ અને અંતરની સ્થાપના (ચોથો પ્રકાર) - 1. અહીં સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિમાં જઘન્ય કિટ્ટિના રસ કરતા બીજી કિષ્ટિનો રસ જે દ્વિગુણ કહ્યો છે તે અસત્કલ્પનાએ સમજવુ, કેમકે અસત્કલ્પનાએ અનંત = 2 માનેલ છે. વાસ્તવમાં તો સંજ્વલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિમાં જઘન્ય કિટ્ટિના રસ કરતા બીજી કિટ્ટિનો રસ અનંતગણ છે. એમ આગળ પણ બધે જાણવું. 2. તેના કરતા એટલે પોતાની પૂર્વ કિટ્ટિ કરતા.