________________ 81 કિકિરણોદ્ધા અહીં પ્રથમ સમાધાન માનીએ એટલે કે “સંજવલન લોભનું ત્રીજુ સંગ્રહકિટ્રિઅંતર એટલે સંજવલન લોભની બીજી સંગ્રહકિટ્ટિની ચરમ કિટ્ટિ અને ત્રીજી સંગ્રહકિટ્ટિની ચરમ કિટ્ટિ વચ્ચેનું અંતર’ એમ માનીએ તો પ્રશ્ન એ થાય કે જેમ બીજી સંગ્રહકિટ્ટિની ચરમ કિટ્ટિ અને ત્રીજી સંગ્રહકિટ્ટિની ચરમ કિટ્ટિ વચ્ચેનું અંતર કહ્યું તેમ પ્રથમ સંગ્રહકિટ્ટિની ચરમ કિટ્ટિ અને બીજી સંગ્રહકિટ્ટિની ચરમ કિટ્ટિ વચ્ચેનું અંતર, ત્રીજી સંગ્રહકિટ્ટિની ચરમ કિટ્ટિ અને પછીના કષાયની પ્રથમ સંગ્રહકિટ્ટિની ચરમ કિટ્ટિ વચ્ચેનું અંતર કેમ ના જણાવ્યું? વળી કષાયપ્રાભૃતચૂર્ણિકારે પૂર્વે કહ્યું છે કે - “સંપટ્ટિી , ર સંઠ્ઠિીપ ર મંતરા પારસ, તે િસUT સંક્િષંતર૬ ગામ ( - ભાગ-૧૫, પાના નં. 11. પૂર્વેની સંગ્રહકિષ્ટિ અને ઉત્તર સંગ્રહકિટ્ટિ વચ્ચેનું અંતર એ જ સંગ્રહકિટ્રિઅંતર કહેવાય. પૂર્વેની સંગ્રહકિટ્ટિની ચરમ કિટ્ટિ અને ઉત્તરસંગ્રહકિષ્ટિની પ્રથમ કિટ્ટિ વચ્ચેનું અંતર એ જ પૂર્વસંગ્રહકિષ્ટિ અને ઉત્તરસંગ્રહકિટ્ટિ વચ્ચેનું અંતર છે. તેથી બીજી સંગ્રહકિટ્ટિની ચરમ કિષ્ટિ અને ત્રીજી સંગ્રહકિટ્ટિની ચરમ કિટ્ટિ વચ્ચેના અંતરને ત્રીજુ સંગ્રહકિટ્રિઅંતર શી રીતે કહી શકાય? બીજુ સમાધાન માનીએ એટલે કે “ત્રીજી સંગ્રહકિટ્ટિ અને અપૂર્વસ્પર્ધકની પ્રથમ વર્ગણા વચ્ચેનું અંતર એ ત્રીજુ સંગ્રહકિટ્રિઅંતર છે એમ માનીએ તો પણ વાંધો આવે. અપૂર્વસ્પર્ધકની પ્રથમ વર્ગણામાં રસાણ ઘણા છે, એટલે કે સંજવલન ક્રોધની ત્રીજી સંગ્રહકિટ્ટિની ચરમ કિષ્ટિ કરતા પણ અનંતગુણ છે. તેથી સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિષ્ટિ અને અપૂર્વસ્પર્ધકની પ્રથમવર્ગણા વચ્ચેના અંતર (ગુણક) કરતા ત્યારપછીના સ્થાનો જેવા કે સંજવલન લોભ અને સંજવલન માયાનું અંતર, સંજવલન માયાનું પ્રથમ સંગ્રહકિટ્રિઅંતરબીજુ સંગ્રહકિટ્રિઅંતર વગેરે અનંતગુણ આવી ન શકે, પરંતુ ઊલટા અનંતમા ભાગે આવી જાય. જો સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિ અને અપૂર્વસ્પર્ધકની પ્રથમ વર્ગણા વચ્ચેના અંતર કરતા સંજવલન લોભ અને સંજવલન માયા વચ્ચેનું અંતર અનંતગુણ માનીશુ તો સંજવલન માયાની પ્રથમ સંગ્રહકિટ્ટિની પ્રથમ કિટ્ટિમાં સંજવલન લોભના અપૂર્વસ્પર્ધકની પ્રથમ વર્ગણાના રસાણુ કરતા પણ અધિક રસાણ માનવા પડશે. તે ઇષ્ટ નથી કેમકે પૂર્વે સંજવલન ક્રોધની ત્રીજી સંગ્રહકિટ્ટિની ચરમ કિટ્ટિ કરતા અપૂર્વસ્પર્ધકની પ્રથમવર્ગણામાં અનંતગુણ રસ કહ્યો છે. તેથી ક્યારેય કિટ્ટિ કરતા અપૂર્વસ્પર્ધકની વર્ગણામાં હીન રસ ન હોઈ શકે. “શ્નોથસ તકિયા, સંવિઠ્ઠી ના રિમટ્ટિી તો નોમ મપુત્રામવિવ|T મviત| ' - કષાયપ્રાભૃતચૂર્ણિ, ભાગ-૧૫, પાના નં. 9. માટે આ સમાધાન પણ યુક્તિસંગત થઈ શકતું નથી. - ત્રીજુ સમાધાન માનીએ એટલે કે “સંજવલન લોભનું ત્રીજુ સંગ્રહકિટ્રિઅંતર એ જ સંજવલન લોભ અને સંજવલન માયાનું અંતર છે' એમ માનીએ તો પણ વાંધો આવે છે, કેમકે, સંજવલન લોભનું ત્રીજુ સંગ્રહકિટ્રિઅંતર અનંતગુણ કહ્યા પછી સંજવલન લોભ અને સંજવલન માયાનું અંતર અનંતગુણ કહ્યું છે, આમ આ બે સૂત્રો જુદા જ કહ્યા છે. ઉપરાંત સંજવલન લોભનું ત્રીજુ સંગ્રહકિટ્રિઅંતર એ જ સંજવલન લોભ અને સંજવલન માયાનું અંતર છે એમ કહ્યું નથી. એટલુ જ નહીં પણ સંજ્વલન લોભનું ત્રીજુ સંગ્રહકિટ્રિઅંતર