________________
આ પ્રશ્નોનો જવાબ આપતા પૂ. ઉપાધ્યાય યશોવિજય મ.સા. જ્ઞાનસાર અષ્ટકમાં ફરમાવે છે કે
ज्ञानमेव बुधाः प्राहुः कर्मणां तापनात् तपः । तदाभ्यन्तरमेवेष्टं बाह्यं तदुपबृंहकम् ।। કર્મને તપાવતું હોવાથી જ્ઞાનને જ વિદ્વાનોએ તપ કહયો છે. અત્યંતર તપ જ કર્મનિર્જરામાં મુખ્ય છે. બાહ્યતપ તેનો પોષક બને છે. કાયા પરનું મમત્વ તોડવું - અત્યંતર તપ, કાયાનું દમન કરવું - બાહ્યતા,
મમત્વના ત્યાગપૂર્વકનું દમન જ મુક્તિનું અવંધ્યબીજ છે, નહીં કે એકલું દમન.. આસક્તિ-મમત્વ-મારાપણાના ત્યાગ સ્વરૂપી અભ્યતરતપ કારણ છે, કાયા પ્રત્યેની ઉદાસીનતા-કાયાને અપાતું કષ્ટ સ્વરૂપી બાહ્યતપ તેનાથી ઉત્પન્ન થતું કાર્ય છે. અત્યંતરત. મૂળ છે-બાહ્યતપ તેનાથી પ્રગટતું ફળ છે. બાહ્યતાને ગમાડ્યા વગર મોક્ષમાં જવું અશક્યપ્રાયઃ છે કારણ, અનાદિકાળથી સંસારમાં રખડતા જીવમાં ઘણી ઘણી મિથ્યાગ્રંથિઓ ઘુસેલી છે, તેના કારણે અનંતજ્ઞાન-અનંતસુખ-અનંતશક્તિ જેનામાં ધરબાયેલી છે તેવો આત્મા સાવ તુચ્છ ગણાતા પુદ્ગલોના વર્ણ-ગંધ-રસ-સ્પર્શમાં આસક્ત બને છે અને અનંતકાળ સુધી સંસારમાં રખડે છે.... મોહથી ભાન ભૂલેલા જીવને સંસારમાં ચારે બાજુ માર પડતા યથાપ્રવૃત્તકરણથી પણ કદાચ શુભભાવો જાગે તો સંપત્તિ, સામગ્રી, સંબંધોને પોતાનાથી ભિન્ન માને છે, પણ દેહને-શરીરને તો પોતાનાથી સંપૂર્ણપણે અભિન્ન માને છે, એટલેકે પોતાના સ્વરૂપે જ માને છે, હું એટલે શરીર, શરીર એટલે હું. આમ અનાદિકાળથી જીવ છે-સંસાર છે, કર્મ અને જીવનો સંયોગ છે, ત્યારથી માંડી જીવ ઉપરોક્ત દેહાધ્યાસમાં ફસાયેલો છે, જીવના તમામ પાપોના મૂળમાં પોતાનો દેહાધ્યાસ છે. દેહને મળતા સુખથી જીવ પોતાની જાતને સુખી અને દેહને મળતા દુઃખથી પોતાની જાતને દુઃખી માને છે, દેહને અનુકૂળતા આપતી ચીજને દેખી ગાંડો-ઘેલો બની જાય છે અને પ્રતિકૂળ સામગ્રીને દેખી ભયથી બેબાકળો-બિચારો-બાપડો બની જાય છે, આ રીતના મોહથી ગાંડો બનેલો જીવ હિંસા-જૂઠ-ચોરી-મૈથુનાદિ ૧૮ પાપો રાચીમારીને કરે છે, અન્યજીવોને પોતાના દુશ્મન માને છે, પોતાના