________________
પાથરી દેવું. શિયાળામાં ઠંડીમાંથી ગરમીમાં, ઉનાળામાં ગરમીમાંથી ઠંડીમાં ઉચિત સ્થાને ખસેડવું વગેરે.
૬) કૃતિકર્મ અને અંજલી - વિધિપૂર્વક વંદન કરવા, તે-તે પૂજ્યોની સન્મુખ હાથ જોડીને ઊભા રહેવું. અને આ ઉપરાંત તે-તે પૂજ્ય આવે ત્યારે સામે લેવા જવું.
- સ્થાનમાં સ્થિર (રહેલા) હોય ત્યારે સેવાભક્તિ કરવી.
- જતા હોય તો તેમની પાછળ થોડે સુધી વળાવવા જવું (મૂકવા જવું) આ પણ શુશ્રુષા વિનયના ભેદ છે.
b) અનાશાતના વિનય - આ વિનય પંદરનો કરવાનો છે. તિસ્થયર-ઘ-માયરિમ-વાય-થેર-લુન્ન-નો-સંપે ! संभोइअ-किरियाह-मइनाणाईण य तहेव ||
તીર્થકર, ધર્મ, આચાર્ય, વાચક (ઉપાધ્યાય), અસ્થવિર, કુલ, ગણ, “સંઘ, “સાંભોગિક સાધુઓ, ક્રિયાવાદી, મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની,
અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની, ૧૫કેવળજ્ઞાની આ ૧૫ પ્રત્યે ભક્તિ (બાહ્ય વિનય), બહુમાન (અત્યંતર પ્રીતિ) અને તેમના ગુણોનું સ્મરણ-ગુણાનુવાદ વગેરે કરવા સ્વરૂપ અનાશાતના-વિનય સેવાય છે.
નોંધ - ૫) સ્થવિરના ૩ ભેદ પડે છે, ૨૦ વર્ષ કરતા વધુ દીક્ષા પર્યાયવાળા = પર્યાયસ્થવિર, ૬૦ વર્ષથી વધુ ઉમરવાળા સાધુ = વયસ્થવિર, સમવાયાંગ ગ્રંથના અભ્યાસવાળા સાધુ = જ્ઞાન-શ્રુતસ્થવિર
૬-૭) કુલ તથા ગણ - એ કજ આચાર્યની ભિન્ન-ભિશ શિષ્યસંપદાને કુલ, અને ભિન્ન-ભિન્ન આચાર્યની શિષ્યસંપદા ભેગી કરતા ગણ કહેવાય.
૯) સાંભોગિક સાધુ - સમાન સામાચારી(આચાર)ને પાળનારા સાધુઓ.
૩) ચારિત્ર વિનય - શાસ્ત્રમાં પાંચ પ્રકારના ચારિત્ર બતાવવામાં આવ્યા છે. આત્માની અંદર એકત્રિત થયેલા કર્મોને જે ખાલી કરે, તે ચારિત્ર.
(A) સામાયિક – જેનાથી જ્ઞાન-દર્શન-ચારિત્રનો લાભ થાય, તેને સામાયિક ચારિત્ર કહેવાય છે, આમાં સર્વ સાવદ્યયોગો (પાપયુક્ત પ્રવૃત્તિ)