________________
પણ ગયા. અહીં ભક્ત એવા ધરણેન્દ્ર પર અને શત્રુ એવા મેઘમાળી પર ભગવાનને એકસરખો જ ભાવ હતો. ત્યાં “અહિચ્છત્રા” નગર અસ્તિત્વમાં આવ્યું. (અહિચ્છત્રા માટે અન્યત્ર એવી વાત આવે છે કે ધરણેન્દ્ર ભક્તિથી ત્રણ દિવસ ફણાનું છત્ર રાખી રહ્યા.)
કેવળજ્ઞાન : ચોર્યાશીમા દિવસે વિહાર કરતાં પ્રભુ પુનઃ વાણારસી પધાર્યા. આશ્રમપદ ઉદ્યાનમાં ધાતકી વૃક્ષ નીચે કાયોત્સર્ગ કરી રહ્યા. અને ચૈત્ર વદ (ફાગણ વદ-૪) વિશાખા નક્ષત્રમાં પ્રભુને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઇ. જ્ઞાનમહોત્સવ ઉજવાયો. પ્રભુની દેશના સાંભળી અશ્વસેન રાજાએ, વામાદેવીએ અને પ્રભાવતી દેવીએ પણ દીક્ષા સ્વીકારી. પ્રભુનાં પાર્થ યક્ષ અને પાવતી યક્ષિણી શાસનદેવતા થયાં.
(આ પાર્શ્વયક્ષ ગજમુખી છે. તેમને જમણી તરફ વળતી સૂંઢ હોય છે. માટે દેરાસરમાં એમની પ્રતિમાને જોઇને કોઇએ “ગણપતિ છે' એવો ભ્રમ ન કરવો જોઇએ.)
નિર્વાણ : પ્રભુ પોતાનો નિર્વાણ સમય નજીક જાણી સમેતશિલ શિખર પર પધાર્યા ત્યાં ૩૩ મુનિઓ સાથે એક માસનું અનશન સ્વીકારી શ્રાવણ સુદ-૮ વિશાખા નક્ષત્રમાં ભગવાનનું નિર્વાણ થયું. ભગવાનનું સંપૂર્ણ આયુષ્ય ૧૦૦ વર્ષનું હતું.
વિશેષતા : શ્રી કલ્પસૂત્રમાં ભગવાનનું એક વિશેષણ મૂક્યું છે : પુરૂષાદાનીય પાર્શ્વનાથ પ્રભુ. તેઓ લોકોમાં ખૂબ પ્રિય હતાં, છે. તેમનું વિશિષ્ટ કોટિનું પુણ્ય હતું. તેમની આરાધનાથી ભક્તોની સર્વ ઇચ્છા પૂરી થઇ, અંતે મોક્ષ મળે છે.
પ્રભુની પરંપરાના બધા શ્રમણો લગભગ શ્રી મહાવીરસ્વામી શ્રમણ પરંપરામાં ભળી ગયાં હતાં. છતાં પણ અમુક વિદ્યમાન પણ હતાં, જેમની પાટપરંપરા મળે છે. મિસર, ઇરાન, સાઈબિરીયા, અફઘાનિસ્તાન જેવા સિંધ પ્રદેશો સુધી પ્રભુનો પ્રભાવ-પ્રતિમા વગેરે વિસ્તર્યા હતાં. ઇતિહાસકારોના મતે મહાત્મા બુદ્ધ છ વર્ષ સુધી પ્રભુના શાસનમાં સાધુ રહ્યા હતા, ત્યારે તેમનું નામ બુદ્ધકીર્તિ હતું. તે સમયના તમામ રાજાઓ, ધર્મસંપ્રદાયો પર પ્રભુનો ગાઢ પ્રભાવ હતો. આથી જ તેમને પુરુષાદાનીય કહે છે.
પ્રભુએ દરેક ભવોમાં સમાધિની બેજોડ સાધના કરી હતી, આથી જ તેમના કલ્યાણકોની આરાધનાથી, પોષ દશમીના અઠ્ઠમથી, જન્મકલ્યાણકની માસિક વદ દશમની આરાધનાથી સમાધિની ઉત્કૃષ્ટ પ્રાપ્તિ થાય છે.
જ ૭૭.
જૈન તીર્થકર ચરિત્ર