________________
૭૫
૬. ટ્રસ્ટની માલિકીના ભાડે આપ્યા ન હોય અને જેની કોઇ આવક ન હોય તે મકાનોના અંદાજેલા એકંદર વાર્ષિક ભાડાના ૮ ૧/૩ ટકા લેખે વાર્ષિક મરામતો માટેની છૂટ.
સ્પષ્ટીકરણ – અંદાજેલું એકંદર વાર્ષિક ભાડું એટલે, મકાનોની કર આકારવાપાત્ર કિંમત અથવા સ્થાનિક સત્તાધિકારીએ એવી કર આકારવાપાત્ર કિંમત નક્કી ન કરી હોય, તો નાયબ અથવા મદદનીશ ચેરિટી કમિશ્નરે અંદાજેલું એકંદર વાર્ષિક ભાડું.
૭. મકાનોમાં કંઇ બદલવા માટે જો કોઇ ઘસારા ર્ડ હોય તો તે ઉપરનું વ્યાજ;
૮. લોન પાછી ભરપાઇ કરવા માટે કોઇ ડૂબત ૐ હોય તો તે ઉપરનું વ્યાજ;
ખેતીનાં હેતુઓ માટે વપરાતી જમીનમાંથી થયેલી આવક અથવા પ્રાપ્ત થયેલાં નાણાંમાંથી.
ક. જમીન મહેસૂલ અને લોકલ ફ્ર સેસ ટ્રસ્ટે ભરવાપાત્ર હોય તો તે;
ખ. ટ્રસ્ટે જમીન પટેથી ધારણ કરી હોય તો વરિષ્ટ ખાતેદારને આપવા પાત્ર ગણોત;
ગ. ટ્રસ્ટ જમીનની ખેતી કરતું હોય, તો ઉત્પાદનનો ખર્ચ (પણ તેમાં સિંચાઇ અને બીજા કામોના કેપિટલ ખર્ચનો અથવા એવા કામોના નિભાવનો અથવા મરામતનો જે ખર્ચ, નાયબ અથવા મદદનીશ ચેરિટી કમિશ્નર એવા નિભાવ અથવા મરામતનો અગાઉનો ખર્ચ જોઇને નક્કી કરેલી હદ કરતાં વધારે હોય તે ખર્ચનો સમાવેશ થતો નથી.)
સ્પષ્ટીકરણ - ખેતીનાં હેતુઓ માટે ઉપયોગમાં લેવાયેલી જમીનમાંથી પ્રાપ્ત થયેલી આવક તે કોઇ વસ્તુ હોય ત્યારે તે મળે તે વખતે તેની જે બજાર કિંમત હોય તે કિંમત ઠરાવવી.
૧૦. ખેતી સિવાયનાં હેતુઓ માટે ઉપયોગમાં લેવાતી જમીનમાંથી