SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ (ક) હિસાબો નિયમિત રીતે અને અધિનિયમ અને નિયમોની જોગવાઇ અનુસાર રાખવામાં આવે છે કે કેમ; (ખ) હિસાબમાં આવક અને ખર્ચ યોગ્ય અને સારી રીતે દર્શાવ્યા છે કે કેમ; (ગ) ઓડિટની તારીખે મેનેજર અથવા ટ્રસ્ટીની કસ્ટડીમાં રોકડ સિલક અને વાઉચરો તે હિસાબ સાથે મળતા આવતા હતા કે કેમ; (ઘ) ઓડિટરને જરૂરી જણાય તેવા તમામ ચોપડા, ખત, હિસાબો, વાઉચરો, અથવા બીજા દસ્તાવેજો અથવા રેકર્ડ તેની સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતાં કે કેમ; (ચ) ટ્રસ્ટીએ પ્રમાણિત કરેલી સાર્વજનિક ટ્રસ્ટની જંગમ મિલકતની વિગતવાર યાદી રાખવામાં આવતી હતી કે કેમ; (છ) ઓડિટરે માવ્યું હોય તે પ્રમાણે મેનેજર અથવા ટ્રસ્ટી અથવા અન્ય કોઇ વ્યક્તિ તેની સમક્ષ હાજર થયા હતા કે કેમ અને તેને જરૂરી જણાય તેવી માહિતી આપી હતી કે કેમ; (જ)ટ્રસ્ટની કોઇ મિલકતનો અથવા નાણાંનો ટ્રસ્ટના ઉદ્દેશ અથવા હેતુ સિવાયના અન્ય કોઇ ઉદેશ અથવા હેતુ માટે ઉપયોગ થયો હતો કે કેમ; (ઝ) એક વર્ષ કરતાં વધુ સમયની લેણાંની રકમો અને માંડી વાળેલી રકમો હોય તો તે; (ટ) રૂા. ૫,૦૦૦ થી વધુ ખર્ચની મરામત અથવા બાંધકામ માટે ટેન્ડરો મંગાવ્યા હતાં કે કેમ; () સાર્વજનિક ટ્રસ્ટના કોઇ નાણાં કલમ ૩પની જોગવાઇઓ વિરૂદ્ધ રોકવામાં આવ્યાં હતાં કે કેમ; (ડ) કલમ ૩૬ની જોગવાઇઓ વિરૂદ્ધ સ્થાવર મિલકતનું જો કોઇ સ્વત્વાર્પણ કરવામાં આવ્યું હોય તો તે ઓડિટરના ધ્યાન ઉપર આવ્યું હતું કે કેમ;
SR No.023281
Book TitleCharitable Trustone Margdarshan
Original Sutra AuthorN/A
AuthorPadarth Darshan Trust
PublisherPadarth Darshan Trust
Publication Year2004
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy