________________
આ માટે સૌથી મોટી આવશ્યક્તા અનેકવિધ ક્ષેત્રોમાં સંગઠીત બનીને નક્કર અને ચિરસ્થાયી કાર્ય કરવાની છે અને જેન એકતાને દ્રઢ કરવાની છે.
ઉદ્દેશો
૧.
સમાજના વિવિધ સ્તરે જૈન સિધ્ધાંતો, ફીલોસોફી અને સંસ્કૃતિનું જ્ઞાન તથા અભ્યાસ વધે અને ધર્મના ક્ષેત્રમાં હસ્તક્ષેપ કર્યા વિના પણ પૂરક બને તેમ સામાજિક અને અનુકંપાના કાર્યોમાં જેનોનું યોગદાન અસરકારક બને તે માટે ગુજરાત વ્યાપી એક કેન્દ્રીય સંગઠન ઉભુ કરવું, વિસ્તારવું તેમજ સમાજના વિવિધ વર્ગો અને સંપ્રદાયો વચ્ચે પરસ્પર સંપ, સહયોગ,
સહકાર અને સહિષ્ણુતાની ભાવના કેળવવી. - સાધર્મિક ભાઇઓ તેમજ સમાજના અન્ય લોકો માટે સહાયરૂપ થવું અને તે માટે કેળવણી, સ્વાથ્ય અને આજીવિકા વગેરેની સગવડો ઉભી કરવામાં મદદરૂપ થવું. કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓમાં તમામ લોકોને ધર્મ, જાતિ કે કોમના ભેદભાવ વિના મદદ કરવી તેમજ અન્ય જીવોના બચાવની કામગીરીમાં પણ મદદરૂપ થવું. જૈન સમાજના હિતોના રક્ષણ માટે જરૂરી અભિપ્રાય ઉભો કરવો અને તેના નિરાકરણ માટે સંગઠિત રજુઆત કરવી. વિશ્વ કલ્યાણ માટે તેમજ જૈન સમાજના ઉત્થાન | અભ્યય માટે કાર્ય કરવું. જિનેશ્વર ભગવંતોએ સુચવેલ ધર્મ ભાવના અને સંસ્કારિતાનો ફ્લાવો થાય. અને સુદેવ, સુગુરૂ અને સુધર્મ પ્રત્યેની શ્રધ્ધા દ્રઢ થાય તેવી પ્રવૃત્તિ કરવી, જૈન સંસ્થાનના નેજા નીચે કાર્ય કરતા જુદા જુદા સભ્ય સંગઠનો (શાખાઓ)ને માર્ગદર્શન આપવું, તેમના કાર્યોનું સંકલન | સમન્વય કરવું અને શક્ય તમામ સહકાર | પ્રોત્સાહન આપવા. આ માટે જૈન સંસ્થાના વખતોવખત સર્વગ્રાહી નીતિ ઘડી કાઢશે.
૬
9.