________________
૫૭
કરવી કે સદરહુ અરજીમાં જણાવેલી વિગતો, તેની ઉત્તમ જાણ અને માન્યતા પ્રમાણે સાચી છે.
(૫) અરજી સાથે મોકલવાની ફી, રોકડમાં મોકલવી જોઇશે અને તે નીચે પ્રમાણે હોવી જોઇએ.
૧. સાર્વજનિક ટ્રસ્ટની મિલકતની કિંમત રૂ. ૨,૦૦૦ થી વધુ ના હોય ત્યારે... રૂ. ૩
૨. સાર્વજનિક ટ્રસ્ટની મિલકતની કિંમત રૂ. ૨,૦૦૦ થી વધુ પરંતુ ૫,૦૦૦ થી વધુ ન હોય ત્યારે... રૂા. ૫
૩. સાર્વજનિક ટ્રસ્ટની મિલકતની કિંમત રૂા. ૫,૦૦૦ થી વધુ પરંતુ રૂા. ૧૦,૦૦૦ થી વધુ ન હોય ત્યારે... રૂા. ૧૦
૪. સાર્વજનિક ટ્રસ્ટની મિલકતની કિંમત રૂા. ૧૦,૦૦૦ થી વધુ પરંતુ રૂા. ૨૫,૦૦૦ થી વધુ ન હોય ત્યારે... રૂા. ૨૦
૫. સાર્વજનિક ટ્રસ્ટની મિલકતની કિંમત રૂ. ૨૫,૦૦૦ થી વધુ હોય ત્યારે.... રૂા. ૨૫
પરંતુ કલમ ૨૮ હેઠળ નોંધાયેલા ગણાતા હોય તેવા સાર્વજનિક ટ્રસ્ટોની બાબતમાં, એવી કોઇ ફી લઇ શકાશે નહિ. અત્યારે આ ફીના માળખામાં સુધારો થયેલ છે.
(૬) કલમ ૧૮ હેઠળ સાર્વજનિક ટ્રસ્ટની નોંધણી માટેની અરજી કર્યેથી, નાયબ અથવા મદદનીશ ચેરિટી કમિશ્નર અથવા અધિનિયમની જોગવાઇઓ હેઠળ બીજા કોઇ સત્તા ધરાવતા અધિકારીએ એવું નક્કી કર્યું હોય કે ટ્રસ્ટ અસ્તિત્વમાં છે નહિ અથવા ટ્રસ્ટને અધિનિયમ લાગુ પડતો હોય તેવું સાર્વજનિક ટ્રસ્ટ છે નહિ અથવા ભરેલી નોંધણી ફીની રકમ કરતાં સાર્વજનિક ટ્રસ્ટની મિલકતની કિંમત ઓછી છે, ત્યારે નાયબ અથવા મદદનીશ ચેરિટી કમિશ્નર અથવા અન્ય આવા અધિકારી, અરજદારને ફીની પૂરેપૂરી રકમ અથવા યથાપ્રસંગ પેટા-નિયમ (૫) હેઠળ ભરવાપાત્ર ફી કરતાં જેટલા ભાગની ક્ષે વધારે ભરી હોય તેટલા ભાગની ફી પરત કરવા