________________
૫૧
(૩) “સ્પાઉસ” ના ભાઇ કે બહેન.
(૪) વ્યક્તિના લાઇનીયલ એસેન્ડન્ટ કે ડીસેન્ડન્ટ ( પિતા, દાદા, પુત્ર, પૌત્ર વગેરે)
(૫) “સ્પાઉસ” નો લાઇનીયલ એસેન્ડન્ટ કે ડીસેન્ડન્ટ (૬) ઉપર (૨) થી (૫)માં જણાવેલ વ્યક્તિના “સ્પાઉસ”
(૭) વ્યક્તિ અથવા તેના સ્પાઉસના ભાઇ કે બહેનના લાઇનીયલ એસેન્ડન્ટ કે ડીસેન્ડન્ટ. નોંધપાત્ર હિત (સબસ્ટેન્શીયલ ઇન્ટરેસ્ટ):
(૧) જ્યારે એકમ કંપની હોય તેવા કિસ્સામાં તેવી કંપનીમાં ૨૦ ટકાથી કે તેથી વધુ મતશક્તિ (વોટીંગ પાવર) ધરાવતાં શેર તેવી વ્યક્તિ કે હિત ધરાવનાર કોઇપણ વ્યક્તિઓ સાથે મળીને પાછલાં વર્ષ દરમિયાન ધારણ કરતાં હોય ત્યારે તે કંપનીમાં “નોંધપાત્ર હિત” હોવાનું ગણાશે.
(૨) અન્ય એકમ માટે જો તેવાં એકમના નફામાં ૨૦ ટકા કે તેથી વધુ ભાગ તેવી વ્યક્તિ કે હિત ધરાવનાર વ્યક્તિઓ સાથે મળીને પાછલાં વરસ દરમિયાન ધરાવતાં હોય ત્યારે તે એકમમાં તેનું “નોંધપાત્ર હિત” હોવાનું ગણાશે. ધર્માદા ટ્રસ્ટને દાનની રક્સ ક્લમ ૮૦-જી હેઠળ ક્યાતને પાત્રઃ
ગ્રોસ આવકમાંથી કપાત” પ્રકરણમાં આ અંગેની ચર્ચા કરી છે. કલમ ૮૦-જી હેઠળ માન્યતા મેળવવાની શરતો કલમ ૮૦-જી માં આપવામાં આવેલ છે. સદર જોગવાઇઓ મુજબ ધર્માદા (Charitable) હેતુઓ માટેની સંસ્થા/ટ્રસ્ટોને આપેલ દાનની રકમ અંગે નિયત શરતો અનુસાર દાતાને પોતાની કુલ આવકમાંથી કપાત બાદ મળે છે. પરંતુ ધાર્મિક (Religious) હેતુઓ માટેની સંસ્થા/ટ્રસ્ટોની બાબતે કલમ ૮૦-જી (૫) (ii) અને કલમ ૮૦-જી ના ખુલાસા નં. ૩ની જોગવાઇઓ આ બાબતે કપાત ને માન્ય ટ્રસ્ટો/ સંસ્થા ગણતી નથી. નાણાંકીય ધારા ૧૯૯૯ થી કરેલ સુધારા અનુસાર