________________
૩૬
નો પણ સમાવેશ થાય છે. બીજા શબ્દોમાં ટ્રસ્ટ/સંસ્થાને તેની મિલકતોમાંથી થયેલ આવક જેમ કે ભાડુ, વ્યાજ, ડિવિડન્ડની સાથોસાથ ટ્રસ્ટ/સંસ્થાને દાતાઓ પાસેથી મળતાં દાનની રકમ ટ્રસ્ટ/સંસ્થાની આવક ગણાય અને આવી કુલ આવકના નિર્ધારિત ટકા જેટલી રકમ જે તે વર્ષમાં જ વાપરવાની હોય છે. અને તેટલાં ટકા જેટલી રકમ ટ્રસ્ટ/સંસ્થાના હેતુઓ માટે વપરાય એટલે ટ્રસ્ટ/સંસ્થાને તેની કુલ આવક ઉપર કોઇ આવકવેરો ભરવો પડે નહીં એટલે કે ટ્રસ્ટ/સંસ્થાની આવક (બાકી રહેતી આવક) કરમુક્ત ગણાય. આ જોગવાઇઓ કલમ ૧૧ હેઠળ કરવામાં આવેલ છે. વધુમાં કરમુક્તિ માટે ટ્રસ્ટ/સંસ્થાએ આવકવેરા કમીશ્નર સમક્ષ અરજી કરીને રજીસ્ટ્રેશન મેળવવું પડે છે. જેની જોગવાઇ ક્લમ ૧૨, ૧૨એ, ૧૨એએ હેઠળ થઇ છે.
કલમ ૧૩ હેઠળ અમુક સંજોગો પ્રતિબંધો અને ઉલ્લંઘનોની જોગવાઇ થઇ છે. જેમાં દર્શાવેલ સંજોગો અનુસાર કરમુક્તિ મળી શકતી નથી. આવા પ્રતિબંધોનું ઉલ્લંઘન ન થાય તેનું દરેક ટ્રસ્ટ/સંસ્થાએ ધ્યાન રાખવું જોઇએ. મુક્તિ અંગેની જોગવાઇઓ
આવકવેરા કાયદાની કલમ ૧૧(૧) અનુસાર ધર્માદા અથવા ધાર્મિક હેતુસર ધારણ કરેલ મિલકતમાંથી જાહેર ધર્માદા ટ્રસ્ટ કે સંસ્થાને ઉદભવતી આવક નીચે જણાવેલ જોગવાઇઓ અનુસાર કરમુક્ત ગણવામાં આવશે. એટલે કે તેવી આવક ધર્માદા ટ્રસ્ટ કે સંસ્થાની કુલ કરપાત્ર આવકમાં ગણતરીમાં લેવાશે નહીં.
(અ) સંપૂર્ણપણે ધર્માદા કે ધાર્મિક હેતુસર ધારણ કરેલ મિલકતમાંથી ઉદ્ભવતી કુલ આવકના ઓછામાં ઓછી ૮૫ ટકા જેટલી રકમ જે તે હિસાબી વર્ષ દરમિયાન તેવા હેતુસર ભારતમાં વાપરેલી હોવી જોઇએ. બીજા શબ્દોમાં તેવી કુલ આવકના ફ્ક્ત ૧૫ ટકા સુધીની જ રકમ ભવિષ્યના વર્ષોમાં ટ્રસ્ટ કે સંસ્થાના હેતુસર વાપરવા માટે અલગ રાખી શકાશે કે ભેગી કરી શકાશે. (રૂપિયા ૧૦૦ની આવક હોય તો રૂપિયા ૮૫