________________
3 3
લાગુ પડતી જોગવાઇઓ અને તેનું પાલન કઇ રીતે કરવું તે વિશે, પરમપૂજ્ય આચાર્ય ભગવંતો તેમજ પરમપૂજ્ય સાધુભગવંતોના આશીર્વાદ અને પ્રેરણાથી માર્ગદર્શન આપવાનો વિનમ્ર પ્રયાસ કરેલ છે. આવકવેરા કાયદા હેઠળ ધાર્મિક ટ્રસ્ટ/સંસ્થા અને ધર્માદા ટ્રસ્ટ/સંસ્થા azzollaşlad :(Charitable Trust-Religious Trust)
સામાન્યત જનતાના મંતવ્ય પ્રમાણે “ધાર્મિક” અને “ધર્માદા” બન્નેનો એક જ અર્થ છે. પરંતુ આવકવેરા કાયદા હેઠળ બન્ને શબ્દોનો અલગ અર્થ અને અલગ અસર થાય છે. ધર્માદા ટ્રસ્ટ કે સંસ્થા એટલે કે ધર્માદા હેતુસર સ્થાપેલ કે ઉભું થયેલ ટ્રસ્ટ/સંસ્થા અને ધાર્મિક હેતુસર સ્થપાયેલ ટ્રસ્ટ કે સંસ્થા એટલે કે ધાર્મિક ટ્રસ્ટ કે સંસ્થા.
ધર્માદા હેતુઓ” ની વ્યાખ્યા આવકવેરા કાયદાની કલમ ૨(૧૫)માં આપવામાં આવી છે. જે મુજબ “ધર્માદામાં ગરીબોને રાહત, શૈક્ષણિક, દાકતરી રાહત તેમજ જાહેર જનતાના કલ્યાણ કે સુખાકારીના હેતુનો વિકાસના હેતુનો સમાવેશ થાય છે. Charitable purpose includes relief of the poor education, medical relief and advancement of any other object of general public utility. Eufer હેતુની ઉપરોક્ત વ્યાખ્યામાં કેવા કેવા હેતુઓનો સમાવેશ થાય છે. તે જણાવવામાં આવ્યુ છે અને ગરીબોને મદદ તથા શિક્ષણ અને દાક્તરી રાહત ઉપરાંત શેષ હેતુ તરીકે જાહેરજનતાના કલ્યાણ અને સુખાકારીના વિકાસ માટેના અન્ય હેતુઓનો સમાવેશ થાય છે.
જ્યારે “ધાર્મિક હેતુઓ” ની કોઇ વ્યાખ્યા આપવામાં નથી આવી તેથી કોઇ ધર્મ માટેના હેતુઓને ધાર્મિક હેતુઓ માની શકાય. ઉદાહરણ તરીકે કોઇ એક ધર્મને સંબંધી વિવિધ ધાર્મિક ક્રિયા તેમ સેવા વગેરેના હેતુઓ (જેમ કે દહેરાસર બંધાવવા-ઉપાશ્રય બંધાવવા-જૈન સાધુ સાધ્વીજી માટેના વૈયાવચ્ચ અંગેના ટ્રસ્ટ/સંસ્થાને ધાર્મિક હેતુસરના ટ્રસ્ટ/સંસ્થા ગણી શકાય.)