________________
૩૦
સાથે.
(૩) પ્રોજેક્ટ રિપોર્ટ (રીપોર્ટીંગ સાથે) દા.ત. મકાનનો લે આઉટ
(૪) છેલ્લા ત્રણ વર્ષના ઇ.ટેક્ષ રીટર્ન-સ્ટેટમેન્ટ ઓફ ઇન્કમ સાથે. (૫) છેલ્લા ગત વર્ષના ઇંગ્લીશમાં ન.નુ. ખાતુ તથા સરવૈયું સહિત વાર્ષિક હિસાબો.
વગેરે.
(૬) ૧૨/એએ મુજબનું ઇન્કમટેક્ષ રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ. (9) ૮૦/જી મુજબનું ઇ.ટેક્ષનું સર્ટીફીકેટ.
ઉપર મુજબની વસ્તુઓ તૈયાર કરીને નિષ્ણાત સી.એ. પાસે માર્ગદર્શન મેળવીને આ કામ કરાવી શકાય.
ધર્માદા ટ્રસ્ટ માટે હિસાબને લગતી કેટલીક માહિતિઓ
ટ્રસ્ટે સામાન્ય રીતે હિસાબો રોકડ પધ્ધતિથી રાખવા સલાહ ભરેલુ છે. આ માટે ટ્રસ્ટે રોજમેળ-ખાતાવહી-બેંકબુક-ઉઘરાણી બુક-દાનની પહોંચોખર્ચના વાઉચરો-ઠરાવબુક વિગેરે દફ્તર રાખવું જરૂરી છે.
ટ્રસ્ટના હિસાબો ધંધાના હિસાબો કરતા જુદા હોય છે. દરેક ખાતાની આવક તથા ખર્ચ જેતે ખાતે ખતવવામાં આવે છે અને તે ખાતુ માંડી ન વાળતા સરવૈયામાં ઉભું રાખવામાં આવે છે. જેમકે દેવદ્રવ્ય ખાતુ, જ્ઞાન ખાતુ-કેસર સુખડ ખાતુ માત્ર સાધારણના ખર્ચાઓ તથા સાધારણની આવક સાધારણ ખાતે માંડીવાળવામાં આવે છે.
આજ રીતે વર્ષ દરમ્યાન કુલ વ્યાજ આવેલ હોય તેની ફાળવણી દરેક ખાતાને (ડોને) તેની મૂડી હોય તે પ્રમાણે ફાળવવું જોઇએ. કોઇ ખાસ હેતુ માટે દાન આવેલ હોય તો તે ખાતે જ તેની ખતવણી કરવી જોઇએ. ભોજનશાળા, આયંબીલ શાળા જેવી કાર્યવાહી ચાલતી હોય તો સંપૂર્ણ સ્ટોક રજીસ્ટર રાખવું જોઇએ. દરેક માલનું વિગતવાર સ્ટોકપત્રકમાં ખાતુ રાખવું જોઇએ. બીનકાર્ડ પધ્ધતિ મુજબ જેટલો માલ નવો આવે તેને