________________
૧૦. અગોતરૂ ફોર્મ. ૧૧. શીડ્યુલ-૧૦ ની નકલ. ૧૨. છેલ્લા ત્રણ વર્ષના એકાઉન્ટ.
મુંબઇ સાર્વજનિક ટ્રસ્ટના કાયદા પ્રમાણે ઓડિટ રિપોર્ટ ૯-ક ઉપજ ખર્ચ ખાતુ પરિશિષ્ટ-૯ સરવૈયુ પરિશિષ્ટ-૮ નો નમૂનો નીચે મુજબ છે. જેનો અભ્યાસ કરી ટ્રસ્ટના વહીવટમાં ઉપયોગ લઇ શકાય.
ઓડિટ રીપોર્ટ
બોમ્બે પબ્લીક ટ્રસ્ટ એક્ટ ૧૯૫૦ની કલમ ૩૩,૩૪ તથા કાનુન ૧૯ મુજબ સાર્વજનીક ટ્રસ્ટનું નામ :- ........ નોંધણી નંબર :સરનામું :- ....................
અમો ઉપરોક્ત ટ્રસ્ટના તા. ૩૧-૩-૨૦૦૪ ના રોજ પુરા થતા વર્ષના હિસાબ તપાસ્યા છે અને તેનો અમે રીપોર્ટ કરીએ છીએ.
૧. સદરહુ ટ્રસ્ટના હિસાબો ટ્રસ્ટ એક્ટ અને નિયમો અનુસાર રાખવામાં આવ્યા છે.
૨. સદરહુ ટ્રસ્ટની આવક અને ખર્ચના હિસાબ યોગ્ય અને સાચી રીતે રાખવામાં આવ્યો છે.
૩. ઓડિટની તારીખે ટ્રસ્ટી/મેનેજરના હાથમાં જે રોકડ સિલક તથા વાઉચર હતા તે હિસાબ સાથે મળતા આવ્યા છે.
૪. અમોને જરૂરી જેવા સઘળા ચોપડા, પહોંચો, વાઉચર તથા અન્ય જરૂરી દસ્તાવેજો અમારી સમક્ષ રજુ કરવામાં આવ્યા છે.
૫. ટ્રસ્ટની સ્થાવર તથા જંગમ મિલ્કતની સહીવાળી યાદી રાખવામાં આવી છે.
૬. ઓડિટ વખતે ટ્રસ્ટીએ/મેનેજરે હાજર રહી અમોને જોઇતી સઘળી માહિતી તથા ખુલાસાઓ સંતોષકારક રીતે આપ્યા છે.