________________
८
જતી અટકાવવી. જો ટ્રસ્ટીઓ રોકે તો તેના માટે તેઓ
જાતે જવાબદાર ગણાય.
ટ્રસ્ટની મૂડીમાંથી સ્થાવર મિલ્કત ખરીદવા માટે ચેરીટી કમિશ્નરની પરવાનગી જોઇએ. પણ જો ટ્રસ્ટની મૂડી, ટ્રસ્ટે કરેલી જોગવાઇ અથવા અંતર્ગત શાળાના મકાનો કે હોસ્પિટાલીના મકાનો વગેરેમાં વાપરવાની હોય તો આવી પરવાનગીની જરૂર નથી.
ટ્રસ્ટના દસ્તાવેજમાં કરાયેલી જોગવાઇની દરકાર કર્યા વગર ટ્રસ્ટની જે કોઇ પણ સ્થાવર મિલકત હોય તેને વેચવા, ગિરવે મૂકવા કે કોઇને ભેટ આપવા, પૂર્વેથી જ ચેરીટી કમીશ્નરની પરવાનગી જરૂરી છે.
(૨) ટ્રસ્ટની જોગવાઇઓ અને કોર્ટ તથા ચેરીટી કમિશ્નરના કાયદાકીય સૂચનોને સંમત એવા ટ્રસ્ટના આશય અને પ્રયોજન માટે ટ્રસ્ટ અને ટ્રસ્ટની મિલકતનો વહીવટ કરવો.
(3) એક સાધારણ બુધ્ધિશાળી વ્યક્તિ જે રીતે પોતાની મિલ્કતની લે વેચમાં ધ્યાન રાખે છે તે રીતે ટ્રસ્ટની મૂડીની લેવડ દેવડ કરતાં આ પોતાની જ મૂડી છે એવું માનીને તે રીતે ધ્યાન રાખવું.
(૪) પૂર્વે ચેરીટી કમિશ્નરની મંજૂરી લીધા વિના ટ્રસ્ટના પ્રયોજન માટે નાણા ઉછીના ન લે અથવા ટ્રસ્ટના વતી ન લે.
(૫) જ્યારે મરજી મુજબ વર્તવાથી ટ્રસ્ટીની સત્તાનો દુરૂપયોગ થયો હોય અને અનિતીપૂર્વક સત્તાનો ઉપયોગ થયો હોય અથવા ટ્રસ્ટીઓનો વ્યવહાર ઉચિત ન હોય ત્યારે ટ્રસ્ટીની મરજી મુજબ વર્તવાની ટ્રસ્ટીની સત્તા કોર્ટ દ્વારા અંકુશમાં લેવાય છે.
ન
(૬) ટ્રસ્ટનો સ્વીકાર કર્યા બાદ ટ્રસ્ટીએ ટ્રસ્ટીઓની જવાબદારીઓ, ટ્રસ્ટની મિલ્કત, ટ્રસ્ટની કલમો, પોતાને સોંપાયેલાં ટ્રસ્ટના દસ્તાવેજના મુદ્દાઓથી પોતાની જાતને વાકેફ કરવી. જો ટ્રસ્ટી નિષ્ક્રિય રહે