________________
પુનર્જન્મના પુરાવા
[ ૬૭ ] સાંભળી તેના આ જન્મના પિતા શ્રી મનોહરલાલ મીશ્ર સાથે બધા આશ્ચર્યચકિત થઈ ગયા.
છોકરીની પરીક્ષા લેવા માટે સાગર વિશ્વ વિદ્યાલયના ઉપકુલપતિ શ્રી દ્વારિકાપ્રસાદ મીશ્ર, મનોવિજ્ઞાનના નિષ્ણાત શ્રી મોહનલાલ પારા અને ગંગાપુરના જાણીતા માનસશાસ્ત્રી શ્રી એચ. એન. બેનરજી આવ્યા હતા. સ્વર્ણલતાની પરીક્ષા લઈ તેઓએ અભિપ્રાય આપ્યો કે આ છોકરીને પૂર્વજન્મની બધી વાતો યાદ છે એ વાતમાં શક નથી.
છોકરીએ આ લેકે સમક્ષ કહ્યું કે સને ૧૯૩૯ માં મારું મરણ થયું હતું. આ જન્મ પહેલાં હું સીટ આસામમાં જન્મી હતી. ત્યાં મારા ઘરના લોકો ગાવાને ધંધો કરતાં હતાં. છોકરીએ આસામી ભાષાના બે ગાયન સ્વરથી ગાઈ સંભળાવ્યા. તેણે કેટલાક માણસોના નામે પણ બતાવ્યાં. આસામમાં હું નવ વર્ષની ઉંમરે પડી જવાથી મરણ પામી હતી. તે પછી હું આ ઘરમાં જન્મી છું.
તેના બીજા જન્મની ખરી ખોટી વાતની તપાસ કરવા માટે નિષ્ણાતો આ છોકરીને આસામ લઈ જવાની તૈયારી કરી રહ્યા છે. રક્ષાબંધનના દિવસે આ ૧૦ વર્ષની છોકરીએ પિતાના પૂર્વજન્મના બધા વયોવૃદ્ધ ભાઈઓને રાખડી બાંધી હતી. સ્વર્ણલતા પૂર્વજન્મના સુખદુઃખ, રમત વગેરેની વાત કરે છે, ત્યારે તેના વૃદ્ધ થયેલા પૂર્વજન્મના ભાઈઓ અને જુવાન ભત્રીજાઓ તે રસથી સાંભળે છે. નિષ્ણાતેના કહેવા પ્રમાણે આત્મા અમર છે. અને મનુષ્ય જુદી જુદી નીમાં જન્મ લે છે તે માન્યતા આ છોકરીના બે જન્મોની યાદથી ચોક્કસ સાબિત થાય છે.
હજી પણ છોકરી જબલપુરમાં જ છે. તેની આ જન્મની માતા અને નાના ભાઈ–બહેનો પણ જબલપુર આવી ગયા છે. શ્રી મનહરલાલ મિએ કુટુંબ સાથે જ્યાં ઉતારે કર્યો છે ત્યાં આ છોકરીને જોવા માટે સવારથી સાંજ સુધી સેંકડે લેકે આવે છે.
જનશક્તિ તા. ૨૩-૮-૫૯ રવિવાર