________________
: ૧૪ :
જૈન ધર્મ અનાદિ છે જૈન ધર્મ એ બૌદ્ધ ધર્મની શાખા નથી, એમ હવે તે જગજાહેર થઈ ગયું છે. બૌદ્ધ ધર્મ તે શ્રી પાર્શ્વનાથ ભગવંત કે જેઓ જૈનોના તેવીસમા તીર્થંકર દેવ ગણાય છે, તેમના શિષ્યથી નીકળેલ છે.
બૌદ્ધ ગ્રંથ “ધમ્મપદમાં શ્રી ઋષભદેવ ભગવાનથી લઈને શ્રી મહાવીર સ્વામી સુધીના ચોવીસ તીર્થકરોની સ્તુતિ કરવામાં આવી છે, આથી પણ સમજી શકાય છે કે જૈન ધર્મ બૌદ્ધ ધર્મ પહેલાં ઘણા કાળથી ચાલુ હતો.
કેટલાક કહે છે કે ભગવાન મહાવીરે જૈન ધર્મ શરૂ કર્યો છે, એ વાત પણ ખોટી છે. ભગવાન મહાવીરે શરૂ કર્યો નથી. તેમના પહેલાં ૨૩ તીર્થક થઈ ગયા છે. તે સમયમાં પણ જૈન ધર્મ હતું અને ચોવીશ તીર્થકર પહેલાં પણ જૈન ધર્મ ચાલુ હતે.
જે જે તીર્થકર-થાય છે, તે તે તીર્થકરો તદ્દન નવું કંઈ જ કરતા નથી, પરંતુ મૂળ સિદ્ધાંતને સંપૂર્ણ જ્ઞાન દ્વારા