SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૦ ] આઈતિધર્મપ્રકાશ આજે આટલી વસ્તુથી વધારે ન વાપરવી. તે માટે ૧૪ પ્રકારના નિયમે બતાવવામાં આવ્યા છે. જેમાં વધારે પડતી હિંસા થતી હોય તેવા વ્યાપારને તે ખાસ ત્યાગ હવે જોઈએ. આઠમું અનર્થદંડ-વિરમણવત. દુર્થાન ન કરવું, ખરાબ ધ્યાનથી આત્મા દુર્ગતિમાં ચાલ્યા જાય છે. કેઈને પણ પાપને ઉપદેશ ન આપવો, શસ્ત્રાસ્ત્ર ન બનાવવા, બેટી કથાઓ ન કરવી, દેશકથા, સ્ત્રીકથા, ભક્તકથા (ભજન સંબંધી કથા) અને રાજકથાને ત્યાગ કરે. પાપને ઉપદેશ ન આપે. સીનેમા, સકસ વગેરેને ત્યાગ કરે. કઈ પાપ પ્રવૃત્તિ ન કરવી. વિના પ્રજને પાપ ન કરવાં. નવમું સામાયિક-ત્રત ચિત્તને સમાધિમાં રાખવા, અને સમતાને સાચો આસ્વાદ ચાખવા, ૪૮ મિનિટ સુધી સમભાવમાં રહેવું એ સામાયિક વ્રત કહેવાય છે. પરમાત્માનાં ધ્યાનમાં લીન બનવું, આત્મવિકાસ થાય તેવા પુસ્તકનું અવલોકન કરવું, વ્યાપાર તથા આરંભસમારંભને ત્યાગ કરી ૪૮ મિનિટ ધર્મધ્યાનમાં ગાળવી. દશમું દેસાવગાસિક-ત્રત. વર્ષમાં ઓછામાં ઓછા એક દિવસ તે આરંભસમારંભને ત્યાગ કરી તપશ્ચર્યા પૂર્વક ૧૦ સામાયિક કરવા.
SR No.023279
Book TitleArhat Dharm Prakash
Original Sutra AuthorN/A
AuthorKirtivijay
PublisherAatmkamallabdhisuri Jain Gyanmandir
Publication Year1959
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy