________________
[૨૨ ]
આહતધર્મપ્રકાશ (૭) ગોત્ર કર્મ—શરીરની આકૃતિ-રૂપરંગ વગેરેની રચના
આદિ કરે છે, જેથી ઉચ્ચપણું કે નીચપણું પમાય છે. (૮) અંતરાય કર્મ–આત્માને દાન દેવામાં, વસ્તુની પ્રાપ્તિમાં,
ભેગ અને ઉપભેગમાં તેમજ શક્તિમાં અંતરાય કરે છે.
* બાંધો , કે.જી
સંસારી આત્મા સમયે સમયે સાત અથવા આઠ કર્મોને બાંધે છે ? એ કેઈ પણ સમય નથી કે જે સમયે આત્મા કર્મ બાંધતે ન હોય ! પછી ભલે તે શુભ હોય કે અશુભ હોય ! કર્મના એ પુદ્ગલો-અણુઓ આત્મા સાથે ક્ષીર–નીરની જેમ એકમેક થઈ જાય છે અને એની સ્થિતિને પરિપાક થયે આત્માને ફળ આપે છે, માટે કઈ પણ ક્રિયા યા પ્રવૃત્તિ કરતાં વિચાર કરો કે “ હું શું કરી રહ્યો છું? એનું પરિણામ શું આવશે? કર્મનું ફળ આત્માને જ ભેગવવું પડશે.” કર્મસત્તાની આગળ લાંચરૂશ્વત કે આંખની શરમ કામ નહિ આવે, લાગવગ કામ નહિ આવે, કર્મ સત્તાથી કઈ રીતે છૂટી શકાશે નહિ, માટે કર્મ બાંધતા વિચાર કરે, જેથી પાછળથી પસ્તાવાને સમય ન આવે. પછી રડવાથી, ગભરાવાથી કે નાસભાગ કરવાથી નહિ ચાલે, કર્યા કર્મ ભેગવવા જ પડશે. હસતાં બાંધ્યાં કર્મ જે રોતા પણ નવિ છૂટે રે ?