________________
[ ૧૮ ] દુરાચાર, અનીતિ, બૂરાઈ, ઈર્ષ્યા અને નિંદા-વિકથા દ્વારા અશુભ કર્મોને સંચય થાય છે. તેનાં પરિણામે આત્માને જન્મ-જન્મનાં અસહ્ય દુખ સહવા પડે છે.
માણસ વર્તમાનકાળને વિચાર કરે છે, પણ ભવિષ્યને વિચાર કરતા નથી. પાંચ-પચાસ વર્ષના ટૂંકા જીવન માટે, માનપાન માટે, માટે કહેવડાવવા માટે, ધર્મ-કર્મને ભૂલી જાય છે, આત્માને ભૂલી જાય છે, પરિણામે આત્માને કર્મનાં કટુ ફળો ચાખવા પડે છે.
ભવિષ્યકાળ અનંત છે. એક ટૂંકા જીવનમાં તુરછ સુખોની ખાતર અનંત કાળના દુઃખ વહોરી લે છે. અહાહા ! કેટલી મૂઢતા !
માનવી બુદ્ધિને ફાકે રાખે છે. ગર્વિષ્ઠ થઈ યદ્વારદ્વા બકે છે. આ જીવનમાં મિનિટ મિનિટને વિચાર કરે છે, પણ આ જીવન 39 ર્ સ્વાહા થયા પછી શું? શરીરમાંથી આત્મા નીકળી ગયા પછી શી દશા થશે ? કયાં જશે? એને લેશમાત્ર વિચાર કરતો નથી. રાજમહેલે, સાહ્યબી કે સત્તા બધું ય આ જન્મ પૂરતું છે. નહિ ખાવા ગ્ય પદાર્થો જેવા કે દારૂ, માંસ, અભક્ષ્ય અને અપેય વસ્તુઓથી જે શરીરને પાળી-પષી રૂછ-પુષ્ટ બનાવીએ છીએ, એ શરીરની અંતે રાખ થવાની છે, એ વાતને છેક જ ભૂલી જાય છે.
હા! હા!! અજ્ઞાની આત્મા ભેગવિલાસમાં મસ્ત બની જાનવરની જેમ જીવન પૂરું કરે છે અને અમૂલ્ય માનવદેહને હારી જાય છે. જ્યાંથી રને ભરવા જોઈએ ત્યાંથી કાંકરા ભરે