________________
આત્મા
[ ૧૫ ] જેમ અરણીનાં લાકડામાં અગ્નિ અને દૂધમાં ઘી ન દેખાવા છતાં એમાં વ્યાપીને રહેલા છે, તેમ આત્મા શરીરમાં વ્યાપીને રહેલો છે. આમ જે આત્મા પિતાનાં સ્વરૂપને પીછાણી લે છે, ધર્મકરણીમાં લીન બને છે, કર્મોને તેડી નાખે છે, ત્યારે જન્મમરણરહિત બને છે. તે અમર આત્મા મુક્તિનાં સ્થાનમાં હમેશને માટે અખંડ આનંદને ભેગવનારે અનંત સુખી બને છે.
આ પ્રમાણે આત્મા અનેક પ્રમાણેથી સિદ્ધ છે, એટલે આત્મા ક્યાંકથી આવ્યું છે અને આ શરીર છોડી બીજે કેઈપણ ઠેકાણે જવાનું છે, એ વાત પણ સુનિશ્ચિત છે.
આત્મા સ્વભાવે અમર છે, અખંડ છે અને અવિનાશી છે, છતાં કર્મવશાત્ તેને જન્મમરણ કરવા પડે છે, સંસારમાં ભટકવું પડે છે અને દુઃખી થવું પડે છે. કર્મોને નાશ થવાથી આત્મા સ્વસ્વરૂપમાં આવીને પૂર્ણ બને છે, તેથી જ જ્ઞાનીઓએ કહ્યું છે કે “૩ા તો ઘરમા” આત્મા છે. તે જ ( વિકાસ પામવાથી) પરમાત્મા બને છે.”