________________
આત્મા
[ ૧૭ ] વૃક્ષનું મૂળ કયાં દેખાય છે? છતાં છે કે નહી? કહેવું જ પડશે કે મૂળ છે. મૂળ વગર ઝાડ, પાન, ફળ, ફૂલ વગેરે કેમ સંભવી શકે? મૂળનું હોવું જરૂરી છે, એમ આપણે માનીએ છીએ. તાત્પર્ય કે કાર્યને લીધે કારણ છે, એમ સિદ્ધ થાય છે.
આત્માનું કાર્ય જીવતા માણસમાં દેખાય છે, કારણ કે જીવતે માણસ હાલે છે, ચાલે છે, બેલે છે, ભિન્ન ભિન્ન પ્રકારની ક્રિયાઓ કરે છે અને વિચાર પણ કરે છે. આ બધું મુડદામાં હેતું નથી. એક મિનિટ પહેલાં જીવતાં માણસમાં જે હલનચલનાદિ જોવામાં આવે છે, તે બીજી મિનિટે મુડદું થયા પછી જોવામાં આવતા નથી, તેથી સમજાય છે કે જીવતા માણસમાં આત્મા છે અને મુડદામાં આત્મા નથી. આ રીતે આત્માનું કાર્ય આપણને પ્રત્યક્ષ દેખાય છે, તેથી આપણે આત્માને સારી રીતે સમજી શકીએ છીએ.
શરીર એ આત્માનું ઘર છે. ઘરમાં રહેનાર ઘરથી જુ હોય છે. ઘર કે મહેલ પડી જાય, અથવા ભાડાના મકાનની મુદત પૂરી થતાં રહેનાર ઘર છોડીને ખાલી કરીને બીજે વસવાટ કરે તેમ આ શરીરમાં આત્માને રહેવાની મુદત પૂરી થતાં આત્મા કર્માનુસાર બીજે સ્થળે (બાંધેલા આયુષ્ય પ્રમાણે) ચાલ્યા જાય છે.
બીજા જન્મમાં તે બીજું શરીર ધારણ કરે છે. તેની મુદત પૂરી થતાં, ત્રીજા જન્મમાં જાય છે, ત્યાં તે ત્રીજું શરીર ધારણ કરે છે. એમ અનાદિકાળથી જન્મમરણની પરંપરા કર્માનુસાર ચાલ્યા કરે છે.