________________
મંગળાચરણ
[મારા હૈયા કેરા હાર-એ રાગ ] વહાલા વીર જિનેશ્વર, જન્મ જરા નિવારજે રે વારા પ્રભુજી પ્રીતે, મુજ શીર પર કર સ્થાપજે રે. " ત્રણ રત્ન આપે પ્રભુ મુજને, એટ ખજાને, કે નહિ તુજને; . અરજી ઉર ધારી, કરમ કંટક સંહારજો રે......................વહાલા. ૧ કુમતિ ડાકણ વળગી મુજને, નમી નમી વિનવું, હે પ્રભુ તુજને; એ દુઃખથી દૂર કરવા, વહેલા આવજો રે.
વહાલા ૦ ૨ આ અટવીમાં ભૂલો પડી, તું સાહેબ સાચે સને મલીયો સેવકને શીવપુરની સડક બતાવજો રે.
વહાલા. અરજી ઉચ્ચારી શ્રી જિન આગે, મહાવીર શિષ્ય પ્રભુ પદ માગે. મહેર કરી મહારાજ, અમને તારજો રે.
વહાલા
* મંગળમય મહાવીર મંગલમય મહાવીર, અમારા મંગલમય મહાવીર શાસનનાયક, વીર જિનેશ્વર, ઉતારે ભવ તીર અમારા ચંદનબાળા સતી શીલવંતી, લાવ્યા બાકળા પ્રતિવીર...અમારા ચરણે સે ચંડ નાગ કેશીઓ, દૂધનું વહ્યું રૂધીર અમારા