________________
કાવ્ય સંગ્રહ
૩૧
ધરણ ઇંદ્ર આસન ચળ્યું, આથે પ્રભુની પાસ; નાગ રૂપ કરીને ઉંચકીયાં, શિરછત્ર ફણે આકાશ રે, તમારી. ૫ થાકો કમઠાસુર હવે, ન પ્રભુને પાય; ચંદ્ર કહે ગુણ પાર્શ્વન, જૈન શાળાની બહેન ગાય રે તમારી. ૬.
. (૩) શ્રી મહાવીરને વંદન. સ્નેહે સ્નેહ સંભારૂં શ્રી ભગવાન, વીરને વંદન કરીએ; વહાલું વહાલું મહાવીર તારૂં નામ, વરને વંદન કરીએ. ચૈત્ર શુદિ તેરશને દહાડે, ત્રિશલાની કુખે તું જાય; ત્રણે ભુવનમાં વર્યો જય જય કાર, વીરને વંદન કરીએ. દેવ, દેવી સૌએ હલરાવ્યા, મેરુ ઉપર પ્રેમે નવરાવ્યા, જેની ભક્તિનું થાય નહિ ખ્યાન, વરને વંદન કરીએ માતપિતાની ભક્તિ કરવા, ભ્રાતૃપ્રેમને નહિં વિસરવા; ત્રીશ વરસે હંકાયું દીક્ષા-વહાણ, વીરને વંદન કરીએ. તપ જપ સંયુમને બહુ પાળી, કષ્ટ ઘણુને નહિ ગણકારી; જગમગ જ્યોતિસમ પામ્યા કેવળજ્ઞાન, વીરને વંદન કરીએ. અધમ ઉદ્ધારણ ભવિજન તારક, ગુણ અનંતાન જે ધારક, એવા વીરને છે વંદન વારંવાર, વીરને વંદન કરીએ. વંદન કરીએ ભાવે સ્મરીએ, ત્રિકાળ તારું ધ્યાન જ ધરીએ; તારા નામે સદાય સુખ થાય, વીરને વંદન કરીએ.
(૪) ચેત! ચેત! નર! ચેત! પરલોકે સુખ પામવા, કર સારા સંકેત; હજી બાજી છે હાથમાં, ચેત ચેત નર ચેત.
જેર કરીને જીતવું, ખરેખરું રણ ખેત; દુશ્મન છે તુજ દેહમાં, ચેત ચેત નર ચેત. ગાફીલ રહીશ ગમાર તું, ફોગટ થઈશ ફજેત; હવે જરૂર હુંશીયાર થઈ, ચેત ચેત નર ચેત. તન ધન તે તારાં નથી, નથી પ્રિયા પરણેત; પાછળ સૌ રહેશે પડયાં, ચેત ચેત નર ચેત. પ્રાણુ જશે જ્યાં પિંડથી, પિંડ ગણાશે પ્રેત; માટીમાં માટી થશે, ચેત ચેત નર ચેત. રહ્યા ન ગણુ રાજીયા, સુર નર મુનિ સમેત; તું તે તરણું તુલ્ય છે, ચેત ચેત નર ચેત. રજકણ તારાં રખડશે, જેમ રખડતી રેત; પછી નર-તન પામીશ ક્યાં, ચેત ચેત નર ચેત.