________________
શ્રી સામાયિક વ્રત. ગર્ભમાં આવ્યા પછી માતાને ચંદ્રમાની રમુજ થઈ તથા ચંદ્ર સરખી શારીરની પ્રભા થઈ તેથી તે નામ આપ્યું. વંદે--વાંદું છું. સુવિહિં-- નવમા સુવિધિનાથ સ્વામી, સ્વામી ગર્ભમાં આવ્યા પછી નગરમાંથી અવિધિ ટાળીને સુવિધિ કરી તેથી તે નામ આપ્યું. ચ–વળી. પુફદંતં--તથા બીજું નામ પુષ્પદંત સ્વામી, સ્વામીના દાંત ફુલ સરખા હતા તેથી તે નામ આપ્યું. સીયલં--દશમા શીતળનાથ સ્વામી, સ્વામી ગર્ભમાં આવ્યા પછી પિતાને જવર થયો ત્યારે સ્વામીની માતાને હાથ ફરસ્યાથી કાયા શીતળ થઈ તેથી તે નામ આપ્યું. સીસ-અગ્યારમા શ્રીશ્રેયાંસનાથ સ્વામી, શીતળ પિઢવાની અદષ્ટ દેવશયામાં સ્વામી, ગર્ભમાં આવ્યા પછી માતા સુતાં ને દેવતા નાઠે તેથી તે નામ આપ્યું. વાસુપુજ-–બારમા વાસુપૂજ્ય સ્વામી, માતાની સુવાની શય્યામાં દેવતા રહી કેાઈને સુવા દે નહિ, પણ રવાણી ગર્ભમાં આવ્યા પછી દેવતા તેમાંથી નાશી ઊલટી માતાની પૂજા કીધી તેથી કરી એ નામ દીધું. ચ-વળી, વિમલ-તેરમા વિમળનાથ સ્વામી, સ્વામી ગર્ભમાં આવ્યા પછી માતાની પુંઠ વાંકી હતી તે પાંસરી થઈ તેથી તે નામ આપ્યું. મણુત-ચઉદમા અનંતનાથ સ્વામી, સ્વામી ગર્ભમાં આવ્યા પછી અનંત રત્નની રાશિ સ્વપ્નમાં દીઠી તેથી તે નામ આપ્યું. ચ-વળી, જિર્ણ–રાગઠેષના જીતનાર. ધમ્મુ–પંદરમા ધર્મનાથ સ્વામી, સ્વામી ગર્ભમાં આવ્યા પછી માતા ધર્મને પામી, સંનિં––સોળમા શાંતિનાથ સ્વામી, સ્વામી ગર્ભમાં આવ્યા પછી મરકીને રોગ મટયો ને શાંતિ થઈ તેથી તે નામ આપ્યું. ચ–-વળી. વંદામિ--વાંદું છું. કુંથું--સત્તરમા કુંથુનાથ સ્વામી, સ્વામી ગર્ભમાં આવ્યા પછી શત્રુ કંથવા સરખા થયા તેથી તે નામ આપ્યું. અર અઢારમા અરનાથ સ્વામી, સ્વામી ગભમાં આવ્યા પછી માતાએ રત્નમય આરે દીઠે તેથી તે નામ આપ્યું. ચ-વળી. મહ્નિ-ગણિમા મલ્લીનાથ સ્વામી, સ્વામી ગર્ભમાં આવ્યા પછી માતાને ફુલની શય્યાનો દેહદ ઉપન્યો તે દેવતાએ પૂરું પાડે તેથી તે નામ આપ્યું. વંદે--વાંદું છું. મુસિન્વયં-વીશમાં મુનિસુવ્રત સ્વામી, સ્વામી ગર્ભમાં આવ્યા પછી વેરી નમી ગયા તેથી તથા માતાએ મુનિના જેવાં વ્રત પાળ્યાં તેથી તે નામ આપ્યું.
નમિજણું –એકવીશમા નમિનાથ સ્વામી, સ્વામી ગર્ભમાં આવ્યા પછી વેરી નિમાયા તેણે કરી તે નામ આપ્યું. ચ––વળી. વંદામિ–વાંદું છું. રિ
નેમિં –બાવીશમાં અરિષ્ટનેમી સ્વામી (નેમનાથ), માતાએ સ્વપ્નમાં અરિષ્ટ રત્નમય નેમિ ચક્રધાર દીઠી તેથી તે નામ આપ્યું. પાસ-નૈવીશમા પાર્શ્વનાથ સ્વામી, પિતાની શય્યા નીચે સર્ષે આંટા દેતે હે ને તેને હાથ