SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬. અષ્ટપ્રવચન માતાની સજ્ઝાય (ઢાળ-૯) દુહા . વનજ વદન વાગેશ્વરી, પ્રણમી તિમ ગુરૂ પાય અડ પયણ માતા તણા, ગુણ ગાઉં ચિત્ત લાય... ૧ માતા પુત્ર શુભંકરી, તિમ એ પ્રવચન માય ચારિત્ર ગુણગણ વર્ષની, નિરમલ શિવસુખદાય... ૨ ભાવ અયોગી સાધવા, મુનિવર ગુપ્તિ ધરંત તો સમિતે વિચરત... ૩ ભાવે ભાવ ચરિત્ત ભાવ દષ્ટિ દ્રવ્યતઃ ક્રિયા, કરતાં શિવ સંપત્તિ... ૪ શુચિ અંતિમ ગુણથી થયો, જે સાધક પરિણામ સમિતિ ગુપ્તિ તે જિન કહે, સાધ્ય સિદ્ધિ શિવ ઠામ... પ નિશ્ચય ચરણરૂચિ મુનિ, સમિતિ ગુપ્તિ પ્રતિપાળ સાધ્ય ધર્મને સાધવા, જેહ થયા ઉજમાળ... ૬ જે મુનિ સમિતિ ગુણે રમે, તસ ગુપ્તિ નિરધાર ભજના ગુપ્ત એ સમિતિની, કહે જિનગણધર સાર... ૭ ઢાળ ૧ ૩ યદિ ગુપ્તે ન રહી શકે, દ્રવ્યે દ્રવ્યથી ચરણતા, પ્રથમ અહિંસા વ્રતની જાણીયે, ભાવના ઉત્તમ એહ મુનીશ્વર સંવર કારણ જિનવર ઉપદિશે, સમતા રસ ગુણ ગેહ મુનીશ્વર૦ ૧ ઈરિયા સમિતિ શોધન મુનિ કરો, મન ધરો સંવર ભાવ મુનીશ્વર આશ્રવ કર તનુ જોગ ચંચલપણું, પરિહરો તન મન પાવ મુનીશ્વર ઈરિયા૦ ૨ ૪૯૬ કાય ગુપ્તિ ઉત્સર્ગથી સાદતા, પ્રથમ સમિતિ અપવાદ મુનીશ્વર દિનકર કર શુચિ પંથે ચાલવું, ઈર્યા સમિતિ સંવાદ મુનીશ્વર ઈરિયા૦ ૩ કાઉસ્સગ્ગ જ્ઞાન ધ્યાન ઉપયોગમાં, થિયર બેઠા ઋષિરાય મુનીશ્વર શ્યાને ચંચળતા ધરે જોગની, વિણ કારણ મહારાય મુનીશ્વર ઈરિયા૦ ૪ જિન વંદન વૈયાવચ્ચ શ્રુત ગ્રહણ, આહાર વિહાર નિહાર મુનીશ્વર સજ્ઝાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy