SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૪ લોભી દેશ વિદેશ ભમે, ધન કારણ નિજ દેહ દમે, તડકા ટાઢનાં દુ:ખ ખમે રે. ચેતન૦ ૩ લોભે પુત્રપિતા ઝગડે, લોભે નરપતિ રહે વડે; લોભે બાંધવ જોર લડે રે; ચેતન૦ ૪ હાટ હાથી લોભે લીનો, કોણીકે સંગર બહુ કીનો; માતામહને દુ:ખ દીનો રે. ચેતન૦ ૫ લોભારંભે બહુ નડીઆ, કાલાદિક નરકે પડીયા; નિરયાવલી પાઠે ચઢીયા રે. ચેતન૦૬ લોભ તજી સંવર કરજો, ગુરુ પદ પદ્મને અનુસરજો; રૂપવિજય પદને વરજો રે. ચેતન૦ ૭ ૨૩૫ પ્રમાદ વર્જવાની સજ્ઝાય અજરામર જગ કો નહીં, પરમાદ તે છાંડો રે; મિથ્યામતિ મૂકી કરી, ગુણ આદર તે માંડો રે. અજરા૦ ૧ શુદ્ધ ધરમનો ખપ કરો, ટાળી વિષય વિકારો રે; ચોથે અધ્યયને કહે, શ્રી વીર એહ વિચારો રે. અજરા૦ ૨ પાપ કરમ કરી મેળવે, ધનના લખ જેહ રે; મૂરખ ધન છાંડી કરી, નરકે ભમે તેહ રે. અજરા૦ ૩ બંધવ જનને પોષવા,કરે તે મરણ પરે પાપ રે; તેહના ફળ છે દોહીલાં, સહે એક્લો આપ રે. અજરા૦ ૪ ખાતર તણે મુખે જિમ ગ્રહ્યો, એવો ચોર અજાણ રે; નિજ કરમેં દુ:ખ દેખતાં, તેહનો છે કુણ જાણ રે. અજરા૦ ૫ ઈમ જાણી પુણ્ય કીજીયે, જેહથી સુખ થાય રે; દિન દિન સંપદ અનુભવી, વળી સુજસ ગવાય રે. અજરા૦ ૬ વિજય દેવગુરુ પાટવી, વિજયસિંહ મુણિંદો રે; શિષ્ય ઉદય કહે પુણ્યથી, હુવે પરમ આણંદો રે. અજરા૦ ૭ સજ્ઝાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy