________________
મૂલે રે જનમ્યા તે માય ને દુ:ખતા રે લો. ૯ હારે ઈમ સાંભળી વેશ્યા ભય પામી તત્કાલજો, હા ! હા ! રે એહવા બાળકને શું કરે રે લો; હારે કિમ ન થયા જનકને દુઃખદાયક મુઝ કેમ ? જો, કરે રે નિજ શિર ઉતરતી તે ખરૂં રે લો. ૧૦ હારે સહુ કહે છે. તાતથી માત તણું ઘણું હેત જો, નિર્દય રે નર નારી હોય દયામણી રે લો; હારે પણ વિષય તણે વશ નિજ સુત હણવા ફંદ જો; જો જો રે ઘણું કીધા રાણી ચૂલણી રે લો. ૧૧ હારે હવે આપ ઉગારવા વેશ્યાયે કરી બુદ્ધિ જો, મંજુષા નિપાઈ કાષ્ટ તણી ભલી રે લો; હારે તવ પટકુલ વીંટી મુદ્રા સહિત ઠવ્યા બાળ જો, ભીડી રે મંજુષા નવિ ભેદે પલી રે લો. ૧૨ હરે વળી પેટી ગ્રહીને આવી જમુના તટ જો; મેલી રે તેણે તરતી જલમાંહી તદા રે લો, હારે ઈમ પુનરપિ હરખિત આવી નિજ આવાસ જો, આખર રે કોઈ કેહની નહિં નારી સદા રે લો. ૧૩
દુહા. તવ મંજુષા તિહાં થકી, ચાલી ઉદક મઝાર, પવન વેગ વાહી ઘણું, ક્ષણ એકમાં ગઈ દૂર. ૧ ચાર જામ ચાલી તદા, તવ રણી ગઈ દૂર, નગર ખબર કરવા ભણી, માનું ઉગ્યો સૂર. ૨ એહવે આવ્યું તે સમે, નગરી સૌરીપુર નામ, જાણે ભૂ શોભાવવા, વાસ્તું ચપલા ધામ. ૩
ઢાળ ૨ નગરી તે માંહે વાસો વસે, વ્યવહારી દોય જોડ; ધન સારથવાહ અવર તે, સાગરદત્ત ધન કોડ. ૧ સાંભળો કર્મ વિચિત્રતા, કહેવા ખેલે છે ખેલ;
(સાય સરિતા