________________
વેદ ભણ્યા પણ તેહ તણો અર્થ કહો કુણ આજ હો સુંદર !
એ દોય મુનિવર વાંદીયે ૫ યાગ અને નક્ષત્રનું મુખ કહો કવણ કહત હો સુંદર ! ધર્મવયણ કહો કહેવું તવ કહે વિપ્ર વિખ્યાત હો સુંદર !
એ દોય મુનિવર વાંદીયે ૬ સ્વામી તુમ્હ સહુ એ કહો મુનિ તવ ભાંખે પવિત્ર હો સુંદર ! વેદ અગ્નિહોત્ર મુખ કહ્યું યાગનું મુનિ જગ મિત્ર હો સુંદર !
એ દોય મુનિવર વાંદીયે ૭ ચંદ્ર તે નક્ષત્ર મુખ સહી ધર્મનું કાસવ ઈદ હો સુંદર ! વિજયઘોષ ઈમ સમજીયો દોઈ ગયો મુકિત મુસિંદ હો સુંદર !
એ દોય મુનિવર વદીયે ૮ શ્રી વિજયદેવ ગુરૂ પાટવી શ્રી વિજયસિંહ સૂવિંદ હો સુંદર ! શિષ્ય ઉદય કહે મુનિવર દોઈ પ્રતાપો કુલચંદ હો સુંદર !
એ દોય મુનિવર વાંદીયે ૯
ઢાળ ૨૬ : દશ આચાર મુણિંદના બોલે વીર નિણંદ લાલ રે ગોયમ સ્વામી સાંભળે જેહથી સુખ અમંદ લાલ રે દશ આચાર સમાચરો દશ આચાર સમાચરો આણી મન વૈરાગ લાલ રે મોક્ષતણા સુખ પામીયે જે સેવે વડભાગ લાલ રે દશ આચાર સમાચરો ૨ જાતાં આવસ્સહી કહો નિસિહી પેસતાં હોઈ લાલ રે પુચ્છા આપણપે કરે પડિપુચ્છા પર કોઈ લાલ રે દશ આચાર સમાચરો ૩ પંચમે થાનકે ઠંડણા ઈચ્છા છ ઠાણ લાલ રે સાતમે મિચ્છા દુક્કડં તહત્તિ આઠમે જાણ લાલ રે દશ આચાર સમાચરો ૪ નવમે હોયે મંત્રણા ઉપસંપદ તિમ જાણ લાલ રે અધ્યયન છવ્વીસમે એ શ્રી જિનવર વાણ લાલ રે દશ આચાર સમાચરો ૫ વિજયદેવ ગુરૂ પાટવી શ્રી વિજયસિંહ ગણધાર લાલ રે ઉદયવિજય કહે એહથી લહે જય જયકાર લાલ રે દશ આચાર સમાચરો ૬
સક્ઝાય સરિતા
૪૧૧