________________
વિદ્યાકીર્તિ કહે સાધુના રે લાલ, નામ થકી વિસ્તાર રે. ૧૦ ઘ૦ ૭
X] ૭૫. (ક) ધન્ના અણગારની સઝાય (૩) જિન વચને વૈરાગીયો હો ધન્ના માગે માત આદેસ કહે જનની મત મૂકજો હો ધન્ના વહુયર જોબન વેશ રે, હું વારીધન્ના ૧ હું તજ જાવા ન દેશ હો ધન્ના તું મુઝ ખારો પ્રાણથી હું વારીધન્ના હું તુજ એ તુમસે અતિરાગિણી હો ધન્ના કુમરિ કામણ વેસ હું વારીધન્ના હું તુજ રા તુમ વિરહે એ દોહલિ હો ધન્ના મીન ક્યું નિરજલ દેસ તું સુકુમાલ સોહામણો હો ધન્ના સુંદર રૂપ સુકેસ હું વારી ધન્ના હું તુજ. ૩ સંયમ મારગ દોહિલો હો ધન્ના દુષ્કર કયું નિરવહેસ એ ઘર-કંચન-કામિની હો ધન્ના ભોગવી ભોગ વિશેષ હું વારીધન્ના હું તુજ૦ ૪ ભૂખ-તૃષા અતિ દોહિલી હો ધન્ના પરીષહ કેમ સહેસ અરસ-નીરસ અન્ન જિમવું હો ધન્ના સ્વાદ નહિં લવલેસ હું વારી ધન્ના હું તુજ૦ ૫ વનવાસે વસવો સદા હો ધન્ના ધીરજ કેમ ધરેસ વનમાં રહે છે મરગલા હો અમ્મા તેને જોઈ સહન કરેસ હું વારીધન્ના હું તુજ૦ કુંવર કહે માતા પ્રતે હો અમ્મા તેને સંસાર અસાર જન્મ-જરા-મરણે ભય હો અમ્મા કોઈ ન રાખણ હાર
| હો મારી અમ્મા મોહ ન કીજે બે ૭ મોહ ન કીજે કહેર્યું હો અમ્મા ઘો અનુમતિ આદેશ કાજ સુધારૂં હું આપણું હો અમ્મા જેથી શિવ સુખ લેશ.. હો મારી, ૮ ગિરી ન તોલાઈ તોલતાં હો ધન્ના મંદિર ગિરિ ન તોલાય મીણ તણે દાંતે કરી હો ધન્ના લોહચણા કેમ ચવાય રે, હું વારિ, હું તુજ ૯ કોકિલો કુલકુજીત કરી હો અમ્મા તે તો વસંત પ્રતાપ તેમ તુઝને માંયે કરી હો અમ્મા ટળસે સકલ સંતાપ, હો મારી, મોહ૦ ૧૦ કાયા-માયા-કામિની હો અમ્મા જાતાં ન લાગે વાર કરમ શુભાશુભ જે કરે તો અમ્મા તે ભોગવે આતમરાય હો મોરી મોહ૦ ૧૧ લેઈ આદેસ એહવો હો અમ્મા સંયમ સાધુ આચાર અભિગ્રહ ઈણીપરિ આદરી હો અમ્મા સૂઝત લેવો આહાર હો મોરી મોહ૦ ૧૨ વીરે વખાણ્યો સૂત્રમાં હો અમ્મા ધન ધન્નો અણગાર સર્વારથ સિદ્ધિ ગયો હો અમ્મા માસ કરી સંથાર હો મોરી મોહ૦ ૧૩ ઈસક્ઝાય સરિતા
૧૪૯