________________
પારાસર તાપસ નામે, તે નિંદ કન્યા એક પામે લઈ જાયે યમુના દ્વીપ ઠામે, હો રાજ... સાંભળો૪ તેણે પુત્ર એક ભલો જાયો, તેનું નામ દ્વૈપાયન ડાયો છઠ ભોજી બંધ ઘરાયો, હો રાજ... સાંભળો. ૫ તેનાથી સહુ કેરો નાશ, વળી મદિરા કારણ તાસ તેણે ધર્મ કરો સુવિલાસ, હો રાજ... સાંભળો. ૬ નારાયણ ભાખે એમ, મુજ વાત કરી જિન નેમ મુજ મરણ સ્વભાવે કે કેમ ? હો રાજ... સાંભળો. ૭ તવ બોલ્યા મુનિવર નાથ, તુજ મરણ જરાકુમાર હાથ સુણી વિસ્મિત યાદવ સાથ, હો રાજ... સાંભળો. ૮ કુમાર લજજા પામી, જિનવરને મસ્તક નામી લેઈ ધનુષ્યને વનવાસ ગામી, હો રાજ... સાંભળો. ૯ સુણી દ્વૈપાયન દુભાણો, નગરી યાદવ રક્ષાને જાણો ગયો અગોચર ઠાણો, હો રાજ... સાંભળો. ૧૦ પ્રણમી પ્રભુ અરવિંદ, યાદવ સાથે ગોવિંદ મનમાં ધરતો દુ:ખવૃંદ, હો રોજ... સાંભળો. ૧૧ સહુ સપના સરખું માને, ઈન્દ્ર જાલ પરે તિણ ટાણે આવે સહુ યાદવ નિજ ઠાણે, હો રાજ... સાંભળો. ૧૨ સવિ મદિરા બહાર કઢાવે, કાદંબરી ગુફામાંહી ઠાવે હરી આદેશે સહુ ભાવે, હો રાજ... સાંભળો. ૧૩ તે કુંડમાંહી સુરા લાવે, વાત સાંભરે દુઃખ વ્યાપે હૈડાં થરથર બહુ કોપે, હો રાજ... સાંભળો૦ ૧૪ બલદેવનો સારથી એક, સિદ્ધારથ નામે વિવેક વ્રત લેવાની મન ટેક, હો રાજ... સાંભળો. ૧૫ ભાખે બલભદ્રને એમ, દ્વારિકા કુલનો ક્ષય કેમ દેખી ન શકાય ધરી પ્રેમ, હો રાજ... સાંભળો. ૧૬ મુજ આણા આપો તિણે, પ્રભુ પાસે વ્રત લેઉ જિણે હું ઉભગ્યો પ્રભુજીને વયણે, હો રાજ... સાંભળો. ૧૭ તવ આંસુ પાડતા બોલે, ભાઈ નતુ અમે તાહરી તોલે
૧૪૦
સક્ઝાય સરિતા જ