________________
હું કાકંદીનો વાણીયો કરિયાણા વેચણ કાજ વહાણ ભાંગ્યું અહિં આવીયો રયણા વશ પડ્યો આજ... ૬ સંસારનાં સુખ ભોગવ્યા કાળ કે'તો એક જાય થોડો વાંક પડ્યે થકે મને શૂળીએ દીધો ચડાય... ૭ જે વંછો ચંપા ભણી તો પૂરવ બાગમાં જાઈ શેલક યક્ષને પૂજશો તો ઘર દેશે પહુંચાઈ... ૮
ઢાળ ૩ હારે લાલા! દોનું ભાઈ રોવે ઘણા એ તો ભૂંડી દીસે છે નાર રે લાલા હારે લાલા! જો એ પાપિણી જાણશે તો શું આપણને માર રે લાલા નારીનો નેહ
નિવારજો હારે લાલા ! પૂરવ બાગમાં આવીયા કાંઈ યક્ષ આવ્યો તેણી વાર રે લાલા હારે લાલા ! કેહને ઉતારૂં ઈહા થકી આ સાગરની પાર રે લાલા નારીનો૦ ૨ હારે લાલા ! હાથ જોડીને એમ કહે અમે દોનું દુઃખીયા અપાર રે લાલા હારે લાલા ! કૃપા કરી અમ ઉપરે દુઃખમાંથી પાર ઉતાર રે લાલા નારીનો૦ ૩ હારે લાલા ! દેવીનો મોહ મત આણજો મારી પીઠે બેસો આયા રે લાલા હારે લાલા ! જો મન ડોલ્યું જાણશું તો દેશું તમને ઢાળી રે લાલા નારીનો૦ ૪ હારે લાલા ! ધીરજ ધરી પીઠે ચડ્યા દેવી આવી તેણિ વાર રે લાલા હારે લાલા ! હાથમાં ખડગ બીહાગણું મુખથી બોલે માર માર રે લાલા નારીનો૦ ૫ હારે લાલા ! કરડાં વચન કહ્યાં ઘણાં પણ ડર્યા નહીંધ લગાર રે લાલા હારે લાલા ! તવ શણગાર સોળે સજી ઘુંઘટ કાઢ્યો તેણી વાર રે લાલા નારીનો૦ ૬ હારે લાલા મીઠાં વચન કહ્યાં ઘણાં મને કાંઈ મેલી નિરધાર રે કંતા ઈણ અટવી ઉજાડમા મને કોણ દેશે આધાર રે કંતા.
અબળા સામું જોઈએ. ૭ હારે લાલા ! સુખ ભોગવો સંસારનાં એમ કેમ દયો છો છેહ રે કંતા હારે લાલા ! પ્રીત વિચારો પાછલી મારી દુઃખણી દેખો દેહ રે લાલા નારીનો૦ ૮ હારે લાલા અવધિજ્ઞાને જોઈયું જિનરક્ષિત ડગીયો જાણ રે લાલા હાંરે લાલા ચળાવવાને કારણે તે ઈણવિધ બોલે વાણ રે લાલા નારીનો૦ ૯ હિરે લાલા જિનપાલિત કઠોર છે એને દયા નહીં દિલ માંય રે કંતા હારે લાલા જિનરક્ષિત તું માહરે પ્રાણ આધારજ થાય રે કંતા
અબળા સામું જોઈએ૦ ૧૦ સઝાય સરિતા
૧૧૮