________________
નારી કહે નવિ કીજે રોષ, ઈણે પ્રકાશ્યો તારો જોષ તે માટે મે આપ્યું અન્ન, સુણી વચન તુમે વાળો મન... ૧૨ જુઓ જોષ મુનિવર તત્કાળ આ ઘોડી શ્ય જણશે બાળ જોષ જોઈને કહે તત્કાળ તે બેઉને ઉપજશે કાળ... ૧૩ જોષ જોઈને મુનિવર ભણ્યો, ઉદર વધે રહ્યો ઘોડી તણી ધોળા પગલે રાતું અંગ, લીલવટ ટીલું છે તરંગ... ૧૪ સૂણી વાત તેણે તત્કાળ, ઉદર વધેરી કાઢ્યો બાળ અનરથ દેખી ચંદ્રાવતી, વિષ ખાઈ મુઈ મહાસતી... ૧૫ ભીમસેન મન પડીયો ફાળ, આપે હતે કરીયો કાળ હત્યાચારે હુઈ જે કાળે, દુ:ખ કરવા લાગ્યો તે ટાળે... ૧૬ હૈ હૈ મેં કીધું કાજ, અનરથ ચારે કીધા આજ અન્નપાણી મુનિવર પરિહરી, કાળ કીધો નિશ્ચલ મન કરી... ૧૭ એહવા દોષ કહ્યા છે ઘણાં, મંત્ર યંત્ર તંત્રાદિક તણા મૂકે ન માયા મમતા મોહ, ચારિત્ર નહિ ચઢાવે સોહ... ૧૮ જેમાં દોષ ન હોય રતિ, તે કહે મુજને શુદ્ધ પતિ ઈણ અવસર સહુકો મુનિવર ભણે, દોષ રહિત તે શિવપુર વરે... ૧૯ વાર્ધિક નામે વડો ઋષિ હવો, ચંદ્રપ્રઘાતે નિમિત્ત કહ્યો કુલ વાલુમો નિમિત્ત જે ભણે, શુભ પાડી લીધી દુર્ગતિ ગણે... ૨૦ તપગચ્છ પતિ શ્રી હીરસૂવિંદ પટ્ટધર વિજય સેનસૂરિંદ હરખ્યા પંડિત તે વર શિષ્ય, હરખવિજય ભજો જગદીશ... ૨૧
પ૩. ચંપા શ્રાવિકાની સઝાય વાસી દિલ્હી રે નયરનાં થાનસિંગ માનસિંગ રિદ્ધા રે માતા ચંપાદે તેહની તપસ્યા છમાસી કીધ રે, થે મન મોહયો ગુરૂ હીરજી ૧ એક દિન લેકો નીસર્યો બાઈ ચંપાદે માત રે સામે અસવારીઓ આવીયો અકબર શાહ સુદાત રે... થે મન૦ ૨ પૂછે એ કૌન લોક છે શ્યો છે મહોત્સવ એહ રે બોલે કામેતિ શેઠીયા હજરત સુણીયે સસનેહ રે... થે મન૦ ૩ રોજા ધરીયા છમાસના બાઈ ચંપાદે નામ રે તેહનો કુલેકો એહ છે સહુ રોજા ઈતમામ રે...
થે મન ૪
૧૦૬
સક્ઝાય સરિતા