SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ફરમાવ્યું છે કે ગુણોથી પૂજ્ય થવાય છે, સાધુ થવાય છે. ક્રોધ, અહંકાર વગેરે દોષોનો ત્યાગ કરી ક્ષમા, નમ્રતા, વિનય, વિવેક વગેરે ગુણોને જે પ્રાપ્ત કરે છે; તે આત્માઓમાં સાધુતા-પૂજ્યતા આવે છે. પૂજ્યતા-સાધુતા વગેરે સ્વભાવથી નથી આવતી કે જાતિ, કુળ, વેશ આદિથી સંબદ્ધ નથી. વિનયાદિ ગુણોને લઈને એની પ્રાપ્તિ થાય છે. ગુણસાપેક્ષ વસ્તુ ગુણના અભાવમાં ન જ મળે-એ સમજી શકાય છે. ૨૯-૨૦ના સામાન્યથી વિનયના વિષયનું નિરૂપણ કરીને હવે તેના મુખ્ય વિષયનું નિરૂપણ કરાય છે , विनये च श्रुते चैव तपस्याचार एव च । ચતુર્વિધ: સમાધિસ્તુ, ર્શિતો મુનિપુન્નૈ: ર૬-રા શ્રી દશવૈકાલિક સૂત્રના અનુસારે અહીં આ એકવીસમા શ્લોકથી ચાર સમાધિનાં સ્થાનો વર્ણવ્યાં છે. આત્માને જેને વિશે પૂ. જિતેન્દ્રિય સાધુ મહાત્માઓ રમણતા કરાવે છે, તેને સમાધિ કહેવાય છે. આવાં સમાધિ-સ્થાનો ચાર છે. વિનયસમાધિ, શ્રુતસમાધિ, તપસમાધિ અને આચારસમાધિ-આ ચાર સમાધિના દરેકના ચાર ચાર પ્રકાર છે. આ પ્રમાણે સમાધિસ્વરૂપ વિશેષ ૨૮
SR No.023233
Book TitleVinay Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy