________________
તેઓશ્રી વિનયને શિખવાડે ત્યારે કોપ આવે, પરંતુ મૂ ઉપાય વડે જ્યારે તેઓશ્રી વિનય ગ્રહણ કરાવે ત્યારે કોપ કઈ રીતે આવે ? વિનયની અર્થિતાનો અભાવ ન હોય તો એ શક્ય નથી... ઈત્યાદિ વિચારવું જોઈએ. ૨૯-૧૮૫
વિનીત અને અવિનીતને પ્રાપ્ત થનારા ફળનું વર્ણન કરાય છે
त्रैलोक्येऽपि विनीतानां दृश्यते सुखमङ्गिनाम् । त्रैलोक्येऽप्यविनीतानां दृश्यतेऽसुखमङ्गिनाम् ||२९-१९॥
શ્લોકાર્થ સ્પષ્ટ છે કે ‘‘ત્રણેય લોકમાં વિનયસંપન્ન આત્માઓને સુખની પ્રાપ્તિ થતી દેખાય છે. તેમ જ ત્રણેય લોકમાં વિનયથી રહિત આત્માઓને અસુખ-દુ:ખની પ્રાપ્તિ થતી દેખાય છે.'' આ લોકમાં અને પરલોકમાં વિનયસંપન્ન આત્માઓને સુખની પ્રાપ્તિ થતી હોય છે. સામાન્ય રીતે અર્થ અને કામથી પ્રાપ્ત થતું લોકપ્રસિદ્ધ સુખ પણ વિનયી જનોને પ્રાપ્ત થતું હોય છે. ગમે તેટલાં સુખનાં સાધનોનો પરિભોગ હોય પરંતુ તે વખતે કોઈ તિરસ્કારાદિ કરે તો સુખનો અનુભવ થતો નથી. વિનયવંત આત્માઓનો પ્રાય: કોઈ તિરસ્કારાદિ કરતું ન હોવાથી અલ્પ સુખસામગ્રીમાં પણ એ વખતે તેઓ સુખનો અનુભવ કરે છે.
"
૨૬