SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ છે-એમ જણાવાયું છે. આ વસ્તુને જણાવતાં બૃહત્કલ્પભાષ્યમાં ફરમાવ્યું છે કે-સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ અને વિનય જ્યાં જેટલા પ્રમાણમાં દેખાય ત્યાં તે શ્રી જિનેશ્વરદેવોએ કહેલા ભાવને ભક્તિથી પૂજવો જોઈએ... ઈત્યાદિ ઉપયોગપૂર્વક બરાબર સમજી લેવું જોઈએ. ।।૨૯-૧૬૦ વિનયનું માહાત્મ્ય વર્ણવાય છે विनयेन विना न स्याज्जिनप्रवचनोन्नतिः । પવ:મે વિના નિં વા, વધતે મુવિ પાપ: ।।૨૧-૬૭।। ‘વિનય વિના શ્રી જિનશાસનની ઉન્નતિ થતી નથી. પાણીનું સિંચન કર્યા વિના આ પૃથ્વી પર શું વૃક્ષ વધે ખરું ?''-આ પ્રમાણે સત્તરમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે વૃક્ષની વૃદ્ધિ માટે જેટલી આવશ્યકતા પાણીના સિંચનની છે, એટલી જ આવશ્યકતા શ્રી જિનશાસનની ઉન્નતિ માટે વિનયની છે. જ્યારે જ્યારે પણ વિનયગુણની હાનિ થતી ગઈ ત્યારે ત્યારે શ્રી જિનશાસનની ઉન્નતિના બદલે તેની અપભ્રાજના થઈ છે. ગંગાનદી કઈ દિશામાં વહે છે-એ જાણવા માટે મોકલેલા પૂ. બાલ સાધુમહાત્માના અદ્ભુત ૨૩
SR No.023233
Book TitleVinay Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy