________________
રત્નાધિક કહેવાયા છે.''-આ પ્રમાણે તેરમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનું તાત્પર્ય એ છે કે વિદ્યાગુરુ સદાને માટે વિનયને યોગ્ય હોવાથી તેઓશ્રી ચારિત્રપર્યાયથી હીન (ન્યૂન-નાના) હોય તોપણ શુદ્ધજ્ઞાનગુણથી અધિક છે. જ્ઞાનપ્રદાન કરવાનું સામર્થ્ય તેઓશ્રીમાં અદ્ભુત છે. તેની અપેક્ષાએ પૂ. વિદ્યાગુરુ મ.ને આવશ્યકસૂત્રમાં રત્નાધિક તરીકે વર્ણવ્યા છે. રત્નાધિકતાનો વિચાર પોતાની અપેક્ષિત રત્નાધિકતાને આશ્રયીને કરવાનો છે. રત્નાધિકતાની વ્યવસ્થા એ રીતે વિવક્ષિત છે. આ વિષયમાં ગ્રંથકારશ્રીએ સામાચારીપ્રકરણમાં વિવેચન કર્યું છે.
આશય એ છે કે સામાન્ય રીતે ઉત્તમોત્તમ ચારિત્રની આરાધના, સમ્યગ્દર્શનની શુદ્ધિમૂલક છે અને સમ્યગ્દર્શનની વિશુદ્ધિ સમ્યજ્ઞાનમૂલક છે. આ રીતે રત્નત્રયીની આરાધનામાં સમ્યજ્ઞાનનું પ્રાધાન્ય છે. એ જ્ઞાનનું પ્રદાન કરનારા પૂ. ગુરુદેવ સદાને માટે વિનયને યોગ્ય જ છે. ચારિત્રપર્યાયની અપેક્ષાએ વિદ્યાગુરુ મ. નાના હોય અને ભણનારા મોટા હોય તોપણ ભણનારને જ્ઞાનરત્નની અપેક્ષા હોવાથી, નાના પણ વિદ્યાગુરુ મ. જ્ઞાનની અપેક્ષાએ મોટા જ છે. તેથી મોટા એવા ભણનાર માટે, જ્ઞાનનું પ્રદાન કરવાનું સામર્થ્ય પૂ. વિદ્યાગુરુમાં હોવાથી તેઓશ્રી રત્નાધિક છે. નાના હોવા છતાં, પર્યાયથી મોટા એવા જ્ઞાનાર્થી માટે
૧૭