________________
ગુણોનો સંબંધ બીજામાં પણ હોવાથી એક સ્થાને જો તેની હીલના કરી હોય તો અન્યત્ર પણ તેની હીલના થયેલી છે જ. કારણ કે તે તે સ્થાનમાં વિદ્યમાન જ્ઞાનાદિ ગુણોમાં કોઈ વિશેષતા નથી, કે જેને લઈને એક સ્થાને તે હીલનાને પામે અને બીજે સ્થાને તે હીલનાને ન પામે. આથી સ્પષ્ટ છે કે એક સ્થાને હીલના કરાયે છતે બીજે પણ હીલના થઈ જ જાય છે, જેનો વિપાક અત્યંત દારુણ છે-એ યાદ રાખી મુમુક્ષુએ કોઈની પણ હીલના કરવી ના જોઈએ-એ તાત્પર્ય છે.
આમ પણ સામાન્યથી કોઈની પણ હીલના કરવાની નથી. અહીં તો શ્રી અરિહંતપરમાત્માદિ પરમતારક તેર પદો લોકોત્તર જ્ઞાનાદિ ગુણોથી સંપન્ન છે. તેઓશ્રીની હીલના કરવાનો વિચાર પણ ન જ હોય. પરંતુ અજ્ઞાનાદિપ્રમાદપરવશ આત્માઓ જ્યારે પણ તેર પદોમાંથી કોઈ એક પણ પદની હીલના કરી બેસે છે, ત્યારે બીજાની હીલના કરવાનો ભાવ ન પણ હોય તો ય બીજાની હીલના થઈ જ જાય છે, જેના વિપાક અત્યંત ભયંકર છે-એ યાદ રાખવું જોઈએ. ૨૯-૯।।
ગુણસંપન્ન શ્રી અરિહંતપરમાત્માદિની હીલના કરવાનું જે ફળ છે, તેનું વર્ણન કર્યું. હવે અલ્પજ્ઞાનાદિથી યુક્ત
૧૨